કેન્દ્રીય રેલવે મંત્રીએ લોન્ચ કર્યું 'RailOne' નવુ એપ
રેલવે મુસાફરોની સુવિધાઓ સુધારવા માટે સતત પગલાં લઈ રહ્યું છે. નવી પેઢીની ટ્રેનોની રજૂઆત, સ્ટેશનોનો પુનર્વિકાસ, જૂના કોચને નવા LHB કોચમાં અપગ્રેડ કરવા અને આવા ઘણા પગલાંઓ છેલ્લા દાયકામાં મુસાફરોના અનુભવમાં સુધારો લાવ્યા છે. ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સના 40મા સ્થાપના દિવસે એક નવી એપ, RailOne લોન્ચ કરી. RailOne રેલવે સાથે મુસાફરોની ક્રિયા-પ્રતિક્રિયા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
હવે રેલવે ટિકિટ બુક કરાવવાથી લઈને ફૂડનો ઓર્ડર કરવા માટે તમારે વિવિધ એપની જરુર નહીં પડે. IRCTCએ તેની નવી સુપર એપ RailOne અધિકૃત રીતે 1 જુલાઈએ લોન્ચ કરી છે જે મુસાફરો માટે રેલ યાત્રા સાથે જોડાયેલી દરેક ડિજિટલ સેવાઓ એક જ પ્લેટફોર્મમાં મળી રહેશે. આ એપ હવે Google Play Store અને Apple App Store બંને ઉપર ઉપલબ્ધ છે. હવે ટ્રેન ટિકિટ બુક કરાવવી, લાઈવ ટ્રેન સ્ટેટસ, PNR સ્ટેટલ ચેક કરવું, પ્લેટફોર્મ ટિકિટ લેવી અથવા ટ્રેનમાં જમવાનું મંગાવવુ. આ દરેક સેવાઓ આ એક જ એપમાં મળી શકશે.
IRCTCનું કહેવું છે કે, RailOne માત્ર બુકિંગ માટે જ નહીં, પરંતુ આ એપ એક ઓલ-ઈન -વન ટ્રેવસ કમાન્ડ સેન્ટરની જેમ કામ કરશે. તેમાં Tatkal ટિકિટ માટે ઓટો- ફિલ- ફીચર, રિયલ-ટાઈમ ટ્રેન ટ્રેકિંગ, મલ્ટિ-પેમેન્ટ ઓપ્શન્સ, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, ફ્રીલાન્સર્સ અને B2B લોજિસ્ટિક્સ બુકિંગ જેવી સેવાઓનો પણ સમાવેશ થાય છે. ફરિયાદ નિવારણ પણ હવે એપ દ્વારા શક્ય થશે.
RailOne એપ્લિકેશનની મદદથી યૂઝરે અલગ-અલગ એપ્લિકેશન અને એના પાસવર્ડને રાખવાની ઝંઝટથી છૂટકારો મળ્યો છે. તેમ જ એક જ એપ્લિકેશનને કારણે યૂઝર્સની સ્ટોરેજમાં પણ ઘટાડો થશે. આ એપ્લિકેશનમાં વૉલેટની પણ સુવિધા આપવામાં આવી છે. આથી યૂઝર વૉલેટમાંથી સીધા પૈસા કપાવી શકે છે. આ સેવાને ફક્ત mPIN અથવા તો બાયોમેટ્રિક લોગિન દ્વારા એક્સેસ કરી શકાય છે.