For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાર્યકર્તાને વિકટ સમયમાં મદદ કરી

06:03 PM Dec 24, 2024 IST | revoi editor
કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાર્યકર્તાને વિકટ સમયમાં મદદ કરી
Advertisement
  • ભાજપના કાર્યકર્તાના સાઢુભાઈના દીકરાનું વિદેશમાં નિધન થયું
  • મૃતદેહને વતન લાવવામાં અમિતભાઈએ મદદ કરી
  • સતત વ્યસ્ત રહેતા અમિતભાઈએ કાર્યકર્તાની વાત સાંભળીને મદદ કરી

અમદાવાદઃ દેશના અન્ય રાજકીય પક્ષોથી ભારતીય જનતા પાર્ટી અલગ છે કારણ કે ભાજપે એ કાર્યકર્તાની પાર્ટી છે. ભાજપમાં કોઈ પણ વ્યક્તિ નેતા બને અને દેશના સર્વોચ્ચ સ્થાન વડાપ્રધાન પદ પર બેસે કે ગ્રહ પ્રધાન બને કે રાજ્યના મુખ્ય પ્રધાન બને પરંતુ એ સૌપ્રથમ કાર્યકર્તા છે અને એ પ્રતીતિ તેમના વ્યવહારમાં હંમેશા જોવા મળતી હોય છે. કેન્દ્ર સરકારમાં મહત્વનું સ્થાન ધરાવતા ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહએ સુરેન્દ્રનગરના ભાજપના કાર્યકર્તા અને ભાવનગર શહેરના ભાજપના પ્રભારી એવા ચંદ્રશેખર દવેને મુશ્કેલીના સમયમાં એવી મદદ કરી કે તેમને હંમેશા યાદ રહેશે

Advertisement

ચંદ્રશેખરભાઈ દવેએ જણાવ્યું કે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈની સંવેદના અંગેની વાત મારે અવશ્ય કરવી જોઈએ. જે પ્રવર્તમાન સમયમાં અત્યંત જરૂરી છે. વાત જાણે એવી છે કે તાજેતરમાં મુંબઈ ખાતે રહેતા મારા સાઢુભાઈ  મનોજકુમાર અનંતરાય વ્યાસ જેનો પુત્ર મનને સી.એ. થયા પછી ઉચ્ચ ડીગ્રી મેળવવા માટે આયર્લેન્ડ જવાનો નિર્ણય કર્યો. ત્યાં જવા માટે હજુ તો ત્રણ માસ પહેલા પરિવારનાં સૌ સ્વજનો અને શુભેચ્છક મિત્રોએ હરખભેર વિદાય આપી. આયર્લેન્ડની હોસ્ટેલમાં બરાબર સેટ થઈ ગયેલ, તારીખ 29 નવેમ્બર 2024 ના આયર્લેન્ડમાં મનનને હાર્ટએટેક આવેલ છે અને તેનુ ડેથ થયું છે,  એવો ફોન આવ્યો. સૌ કુટુંબીજનોને આ દુર્ઘટના અંગે વાત કરી સાંભળી ને જાણે કે કોઈ આભફાટ્યુ હોય તેવો આક્રંદ શરૂ થયું...

હવે મનનના મૃતદેહને મુંબઈ લાવવો કેવી રીતે ? કેટલા દિવસ થશે ? કારણ આયર્લેન્ડમાં આ બાબતે વિવિધ રિપોર્ટ એકત્રિત કરવાની વિધી પણ લાંબી હોય છે. મૃતદેહને ભારત સરકારના કોઈ મંત્રી દ્વારા કોઈ ભલામણ થાય તો કાર્યવાહી ઝડપી બને એવુ આપ્તજનો દ્વારા સૂચન ચંદ્રશેખરભાઈ પાસે આવેલ તે અનુસંધાન એકાએક વિચાર સ્ફૂર્યો કે  અમિતભાઈને વિનંતી કરીએ. આપત્તિમાં તો ઓળખાણ અને આવડત પાસે જ જવું પડે. ઓળખાણ તો ઘણી જૂની હતી પણ અમિતભાઈની આવડતમાં કશું કહેવું પડે એમ જ નહીં.

Advertisement

અમિતભાઈ નો જુનો મોબાઈલ નંબર મારી પાસે હતો પરંતુ છેલ્લા દોઢ દાયકા દરમિયાન ફોન કરવાનુ કારણ નહોતું એમાં દિલ્હી ગયા બાદ તો જુનો નંબર ચાલુ હશે કે કેમ? પરંતુ મને થયુ કે લાવ એક વખત ટેસ્ટ કરી લઈએ તેવુ માની નંબર લગાવ્યો બાદ તુરતજ હિન્દી ભાષામાં વાત કરનાર  પ્રશાંતજીએ પ્રત્યુત્તર આપતા મને કહ્યુ बोलीए चंद्रशेखर जी આ સાંભળીને મારા આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. શું ગૃહવિભાગમાં કાર્યકર્તાઓના નામની યાદી પણ રાખતા હશે ? આ તે કેવી અદભૂત વ્યવસ્થા..! પછી તેઓને મેં વિગતે હકીકત જણાવી, મનન ના બધાજ ડોક્યુમેન્ટ આપ્યા ત્યારબાદ તેઓએ કહ્યુ કે कोई बात नही साहबको हम तुरन्त ही सब बतायेंगे ત્યારબાદ ફક્ત પાંચ દિવસમા જ પાર્થિવ શરીરને છેક ઘર સુધી લાવવાની વ્યવસ્થા થઈ ગઈ...! અને આફતમા અટવાયેલા પરિવારજનો માટે  અમિતભાઈ હુંફ આપનારા આ વિકટ ઘડીમાં મદદ રૂપ બન્યા છે

Advertisement
Tags :
Advertisement