અનઇન્સ્ટોલ એપ પણ ચોરી કરે છે મોબાઇલ ડેટા, બચવા માટે આટલું કરો...
સ્માર્ટફોન આજે દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે. કારણ કે, વોઈસ અને વિડિયો કોલિંગની સાથે તેમાં ઈન્ટરનેટને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. યુઝર એક્સપીરિયન્સને બહેતર બનાવવા માટે મોબાઈલમાં ઘણી એપ્સ ઈન્સ્ટોલ કરવામાં આવી છે.
એપ ઇન્સ્ટોલ કરતી વખતે યુઝર્સ ઘણી બાબતોનું ધ્યાન રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે એપને અનઇન્સ્ટોલ કર્યા પછી પણ સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે તમારા મોબાઇલ ડેટાની ચોરી થવાનો ભય રહે છે. આનું કારણ એ છે કે, જ્યારે અનઇન્સ્ટોલ કરવામાં આવે છે, ત્યારે હોમ પેજ પરથી મોબાઇલ એપ્સ ડિલીટ થઈ જાય છે પરંતુ ફોનના સેટિંગમાં છુપાયેલી રહે છે અને આપણો ડેટા એકત્ર કરતી રહે છે.
આવી સ્થિતિમાં તમારી ગોપનીય માહિતી પર ખતરો રહે છે. જેથી તેનાથી બચવા માટે મોબાઈલ ફોન સેટિંગ્સમાં ગૂગલ ઓપ્શન પર ક્લિક કરો. આ પછી મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ પર જાઓ. અહીં હાજર ડેટા અને ગોપનીયતા પર ક્લિક કરો. આ દરમિયાન, થર્ડ પાર્ટી એપ્સ અને સેવાઓનો વિકલ્પ નીચે દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કરો, અહીં ફોનમાં હાલની અને ડિલીટ કરેલી એપ્સ દેખાશે. આ સૂચિમાં અનઇન્સ્ટોલ એપ્લિકેશન પર ક્લિક કરો. આ પછી ડિલીટ એક્સેસ અને કનેક્શન પર ક્લિક કરો, પછી મોબાઈલ ડેટા શેર કરવાનું બંધ થઈ જશે.