For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભૂજ-ખાવડા હાઈવે પર બેકાબુ ટ્રેલર 4 ફુટ ઊંચી રેલીંગ પર ચડી ગયું, કોઈ જાનહાની નહીં

04:23 PM Oct 27, 2025 IST | Vinayak Barot
ભૂજ ખાવડા હાઈવે પર બેકાબુ ટ્રેલર 4 ફુટ ઊંચી રેલીંગ પર ચડી ગયું  કોઈ જાનહાની નહીં
Advertisement
  • અકસ્માતનો જોરદાર અવાજ આવતા અન્ય વાહનો થંભી ગયા,
  • કચ્છના હાઈવે પર વધતા જતા અકસ્માતના બનાવો,
  • અકસ્માતને લીધે થોડો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો

ભૂજઃ કચ્છમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ભૂજ-ખાવડા હાઈવે પર સર્જાયો હતો. ભુજ-ખાવડા હાઈવે પર નાગોર બ્રિજ નજીક આજે સોમવારે સવારે એક ટ્રેલર બેકાબુ બની ચાર માર્ગીય રસ્તાની વચ્ચે આવેલી લોખંડની રેલિંગ પર ચડી ગયું હતું. આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. મીઠાના પરિવહનમાં લાગેલું આ મહાકાય ટ્રેલર કાબુ ગુમાવતા 4 ફૂટ ઊંચી રેલિંગ પર ચડી ગયું અને થોડે દૂર જઈને અટક્યું. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

Advertisement

ભુજ-ખાવડા હાઈવે પર નાગોર બ્રિજ નજીક આજે સોમવારે સવારે એક ટ્રેલર બેકાબુ બની ચાર માર્ગીય રસ્તાની વચ્ચે આવેલી લોખંડની રેલિંગ પર ચડી ગયું હતું. અકસ્માતનો જોરદાર અવાજ આવતા અન્ય વાહનો થંભી ગયા હતા. આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. ભુજ બી ડિવિઝન પોલીસ મથકે તપાસ કરતા આ ઘટનાની કોઈ નોંધ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પૂર્વે ખાવડા નજીક કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ટક્કર થતા બંને વાહનોમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત બાદ પણ ખાવડા સહિત સમગ્ર જિલ્લામાં ખાનગી લક્ઝરી બસો દરવાજા બંધ કર્યા વિના દોડી રહી છે. માર્ગો પર બેફામ ગતિથી ચાલતા વાહનોને કારણે લોકોમાં ચિંતા વ્યાપી છે. સંબંધિત તંત્ર આ મામલે યોગ્ય તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement