હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

બેંગલુરુમાં આધેડ મહિલા સાથે ડિજિટલ એરેસ્ટનો અવિશ્વસનીય કિસ્સો, સમય અને રકમ જાણશો તો...

03:36 PM Nov 17, 2025 IST | revoi editor
digital arrest of a woman for six months
Advertisement

બેંગલુરુ, 17 નવેમ્બર, 2025: Unbelievable case of digital arrest with a woman in Bengaluru ભારતના સિલિકોન વેલી શહેર ગણાતા બેંગલુરુમાં ડિજિટલ એરેસ્ટનો એવો અસાધારણ અને અવિશ્વસનીય કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે સૌને આઘાત અને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

Advertisement

મીડિયા અહેવાલ અનુસાર બેંગલુરુના ઇન્દિરાનગરમાં રહેતા 57 વર્ષીય છ મહિનાથી વધુ સમય સુધી ચાલેલા "ડિજિટલ એરેસ્ટ" કૌભાંડનો ભોગ બન્યા અને એ દરમિયાન કૌભાંડીઓએ તેમની પાસેથી આશરે 32 કરોડ રૂપિયા પડાવી લીધા છે! આઘાત અને આશ્ચર્યની વાત એ છે કે આ કૌભાંડનો ભોગ બનેલા આધેડ મહિલા પોતે સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે!

અહેવાલ મુજબ છેતરપિંડી કરનારાઓએ પોતે સીબીઆઈ અધિકારી હોવાનો ઢોંગ કર્યો હતો. ડિજિટલ એરેસ્ટ દરમિયાન મહિલાને ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું એટલું નહીં પરંતુ તેમના ઉપર સતત નજર રાખવા સ્કાયપ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો. આ રીતે કૌભાંડીઓએ મહિલા પાસેથી તેમની નાણાકીય માહિતી મેળવી હતી અને 187 વખત નાણાકીય ટ્રાન્સફર કરાવ્યા હતા, જેના દ્વારા 31.83 કરોડ પડાવી લીધા છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.

Advertisement

ડિજિટલ એરેસ્ટમાં મહિલાને કેવી રીતે છેતરવામાં આવ્યા?

આ મામલો 15 સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થયો હતો. મહિલાને DHL અંધેરીમાં તેમના નામથી આવેલા એક પાર્સલમાં ક્રેડિટ કાર્ડ, પાસપોર્ટ અને MDMA સહિત ગેરકાયદે વસ્તુઓ હોવાનો દાવો કરતો ફોન આવ્યો અને તેની ઓળખનો દૂરુપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો.

આ કોલ તરત સીબીઆઈ અધિકારીઓ તરીકે દેખાતા ઢોંગી લોકોને ટ્રાન્સફર કરવામાં આવ્યો, જેમણે ધરપકડની ધમકી આપી અને મહિલાને પોલીસ અથવા પરિવારનો સંપર્ક ન કરવા ચેતવણી આપી. કૌભાંડીઓએ દાવો કર્યો કે ગુનેગારો તેના ઘરે નજર રાખી રહ્યા છે. આવા ફોન તથા સીબીઆઈના અધિકારી જેવા દેખાતા લોકોના દબાણ હેઠળ આવી ગયેલા મહિલાએ સ્કાયપે એકાઉન્ટ્સ ઇન્સ્ટોલ કરવા, વીડિઓ સર્વેલન્સ કરાવવા અને મહિનાઓ સુધી નકલી અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની ફરજ પાડવામાં આવી.​ નકલી CBI અધિકારીઓએ તેણીને ધમકી આપી અને દાવો કર્યો કે "બધા પુરાવા તમારી વિરુદ્ધ છે".

કૌભાંડીઓએ તેણીના ફોન અને નાણાકીય રેકોર્ડ્સની વિગતવાર જાણકારીનો ઉપયોગ કર્યો, સત્તાવાર દેખાતા બનાવટી પત્રો દ્વારા RBIના નાણાકીય ગુપ્તચર એકમ સાથે તેની સંપત્તિ ચકાસવા માટે દબાણ કર્યું.

સપ્ટેમ્બરના અંતથી નવેમ્બરની શરૂઆતમાં, તેણીએ અનેક ટ્રાન્સફર કર્યા, જેમાં બે કરોડ રૂપિયાની જામીનગીરી અને વિવિધ "કર" ચુકવણીનો સમાવેશ થાય છે. છેતરપિંડી કરનારાઓએ તેના પુત્રની સગાઈ પહેલાં ક્લિયરન્સ લેટરનું વચન આપ્યું હતું અને એક નકલી લેટર આપ્યો હતો, જેના કારણે પીડિતા માનસિક અને શારીરિક રીતે પરેશાન થઈ ગયા હતા.

1 ડિસેમ્બરના રોજ નકલી ક્લિયરન્સ મળ્ચું એ દરમિયાન ગંભીર રીતે બીમાર પડ્યા. તેમની સારવાર એક મહિનો ચાલી હતી. આ પછી માર્ચ 2025માં કૌભાંડીઓનો સંપર્ક અચાનક બંધ થઈ ગયો.

મહિલાએ જૂન 2025માં તેમના પુત્રના લગ્ન પછી તેમની સાથે બનેલા આ બનાવી જાણ સૌને કરી હતી. ફરિયાદમાં મહિલાએ કહ્યું કે પોતે કુલ ૧૮૭ નાણાકીય વ્યવહારો દ્વારા આશરે ૩૧.૮૩ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે.

Advertisement
Tags :
BANGLURUBharatiya Nyaya Sanhitadigital arrest of a woman for six monthsimpersonated CBI officersmiddle-aged woman in Bengaluruscamsoftware engineer woman in bangluruWoman Duped Digital ArrestWoman Techie Loses Rs 32 Crore
Advertisement
Next Article