યૂક્રેન-રશિયા યુદ્ધઃની રાજધાની કીવ પર રશિયાનો હવાઈ હુમલો
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના પ્રયત્નો હેઠળ ગયા અઠવાડિયે બેઠકો યોજાઈ હતી. જોકે તેમાં કોઈ સહમતિ થઇ ન હતી. હવે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મોટો હવાઈ હુમલો કર્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના પ્રયત્નો હેઠળ ગયા અઠવાડિયે બેઠકો યોજાઈ હતી. જોકે તેમાં કોઈ સહમતિ થઇ ન હતી. હવે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મોટો હવાઈ હુમલો કર્યો છે. રશિયન સેના દ્વારા કીવના સોલોમિન્સ્કી જિલ્લામાં હવાઈ હુમલો કરાયો છે, જેના કારણે અનેક જગ્યાએ કાટમાળ ફેલાયો હતો. મીડિયા અહેવાલ મુજબ આ હુમલો ૩૦ જુલાઈની મધરાતે ડ્રોન દ્વારા કરાયો હતો, જેના કારણે અલગ-અલગ સ્થળોએ ભારે આગ લાગી હતી. જેમાં છ લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે.
કીવના સૈન્ય પ્રશાસનના વડા તૈમૂર તકાચેન્કોએ ટેલિગ્રામ પર લખ્યું હતું કે, "શત્રુ સતત હુમલા કરી રહ્યો છે. અમને સોલોમિન્સ્કી જિલ્લામાં પાંચ સ્થળોની માહિતી મળી છે. એક શૈક્ષણિક સંસ્થામાં આગ લાગી છે. કારો સળગી રહી છે. અને એક રહેણાંક ઈમારતના નવમાં માળ પર કાળમાળ પડ્યો છે." અહેવાલો મુજબ કીવ નજીકના દસ જેટલા સ્થળોએ પણ આવા હુમલાઓ થયા છે. જેમાં ઘણાં ઘરો, વાહનો અને એક શાળાને નુકસાન થયું છે.
આ પહેલા, રશિયાએ મંગળવારે યુક્રેનના ચેર્નિહીવ સ્થિત એક સૈન્ય તાલીમ કેન્દ્ર પર મિસાઇલ હુમલો કર્યો હતો, જેમાં યુક્રેનના ત્રણ સૈનિકો મોતને ભેટ્યા અને ૧૮ લોકો ઘાયલ થયા હતા. જો કે, રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે આ હુમલામાં લગભગ 200 યુક્રેની સૈનિકો મોતને ભેટ્યા છે. યુક્રેન પાસે અંદાજે 10 લાખ સૈનિકો છે, પણ માનવસંસાધનમાં મોટી અછત જોવા મળે છે. ફરજ પરથી ગેરહાજર રહેવા જેવી સમસ્યાઓના કારણે ફ્રન્ટલાઇન યુનિટ્સ નબળી પડી રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ચેતવણી આપી છે કે જો બંને દેશો વચ્ચેનું યુદ્ધ ટૂંક સમયમાં પૂરૂં નહીં થાય, તો આગામી 10 દિવસમાં રશિયા પર નવો ટેરિફ લાદવામાં આવશે.