યુકેના PM કીર સ્ટારમરનું ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત પર ભવ્ય સ્વાગત કરાયું
નવી દિલ્હીઃ યુકેના પીએમ કીર સ્ટારમર ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવ્યાં છે. એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી કીર સ્ટારમરનું તેમની ઐતિહાસિક પ્રથમ ભારત મુલાકાત પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમની સાથે યુકેનું અત્યાર સુધીનું સૌથી મોટું વ્યાપારિક પ્રતિનિધિમંડળ પણ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ ભારત અને યુકે વચ્ચે મજબૂત અને પરસ્પર સમૃદ્ધ ભવિષ્યના આપણા સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે આવતીકાલે તેમની મુલાકાતની રાહ જોઈ રહ્યાં છે. પીએમ મોદીએ X પર લખ્યું કે, "યુકેના સૌથી મોટા વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે ભારતની તેમની ઐતિહાસિક પ્રથમ મુલાકાત પર પ્રધાનમંત્રી કીર સ્ટારમરનું સ્વાગત છે. એક મજબૂત અને પરસ્પર સમૃદ્ધ ભવિષ્યના આપણા સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે આવતીકાલે મળનારી આપણી બેઠકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું.