હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

UGC NETની પરીક્ષાની જાહેરાત, 10મી ડિસેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ

06:03 PM Nov 20, 2024 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) સંબંધિત સત્તાવાર સૂચના બહાર પાડી છે. UGC NET માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર છે. તેની પરીક્ષા 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2025 વચ્ચે યોજાશે. અરજી ફોર્મ UGC NET ugcnet.nta.ac.in ની સત્તાવાર વેબસાઇટ પર ભરી શકાય છે. મળતી માહિતી મુજબ, સત્તાવાર વેબસાઇટ પર નોંધણી શરૂ થઈ ગઈ છે. NET JRF પરીક્ષા માટે 10મી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે.

Advertisement

UGC-NET પરીક્ષા માટેના તમામ અરજીપત્રકો સબમિટ કર્યા પછી, સુધારાની તક પણ આપવામાં આવે છે. ઉમેદવારોને 12 થી 13 ડિસેમ્બરની વચ્ચે ઓનલાઈન અરજી ફોર્મમાં સુધારા કરવાની તક મળશે અને તે પછી પરીક્ષા કેન્દ્રોની યાદી બહાર પાડવામાં આવશે. UGC-NET એ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલોશિપ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની લાયકાત નક્કી કરવા માટેની પરીક્ષા છે.

જૂન સત્રમાં યોજાનારી નેટની પરીક્ષા આયોજિત થયાના એક દિવસ બાદ જ રદ કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલય (MHA) દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 'પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા થવાની સંભાવનાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે'. બાદમાં, જે પરીક્ષા જૂનમાં યોજાવાની હતી તે એજન્સી દ્વારા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બરની વચ્ચે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવાનું પુનઃનિશ્ચિત કરવામાં આવ્યું હતું.

Advertisement

UGC-NETની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવે છે. આ પરીક્ષામાં માત્ર માસ્ટર ડિગ્રી પૂર્ણ કરનાર ઉમેદવારો જ બેસી શકશે. આ સાથે, નવા નિયમો હેઠળ, હવે ચાર વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષામાં બેસી શકશે. આ વર્ષે એપ્રિલ 2024માં યુજીસીએ નિયમોમાં ફેરફાર કરીને આ નિર્ણય લીધો હતો.

Advertisement
Tags :
10th DecemberAajna SamacharannouncementBreaking News GujaratiEducation SectorExamForm FillGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharstudentTaja SamacharUGC-NETviral news
Advertisement
Next Article