હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

UGCએ આવતા વર્ષથી UG અને PG પ્રવેશ માટે CUETમાં ફેરફારોની જાહેરાત કરી

12:04 PM Dec 11, 2024 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ -UGCએ આવતા વર્ષથી પૂર્વસ્નાતક-UG અને અનુસ્નાતક – PG પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ – CUETમાં ફેરફારોની જાહેરાત કરી છે.

Advertisement

CUET-UG 2025 થી માત્ર કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડમાં જ લેવાશે. UGCના અધ્યક્ષ એમ જગદેશ કુમારે માધ્યમોને જણાવ્યું કે વિદ્યાર્થીઓને ધોરણ-12માં ભણેલા વિષયોને ધ્યાનમાં લીધા વિના કોઈ પણ વિષયમાં CUET-UG માટે બેસવાની મંજૂરી અપાશે.

CUET- યુજી 2025 સત્રથી 37 ને બદલે 63 વિષયોમાં લેવાશે. તમામ CUET-UG પરીક્ષાઓનો સમયગાળો 60 મિનિટનો એકસમાન હશે.
શ્રી કુમારે જણાવ્યું કે પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નોનો ખ્યાલ દૂર કરાયો અને હવે તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે. વિદ્યાર્થીઓ વર્ષ 2025થી CUET-UGમાં વધુમાં વધુ પાંચ વિષયો માટે હાજર રહી શકશે, જે અગાઉ છ હતા. UGCના અધ્યક્ષે જણાવ્યું કે આયોગ દ્વારા રચાયેલી નિષ્ણાત પેનલે પરીક્ષાની સમીક્ષા હાથ ધરી હતી અને ઘણા ફેરફારો સૂચવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharannouncedBreaking News GujaratiChangesCUETGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatesnext yearPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja SamacharUG and PG admissionsugcviral news
Advertisement
Next Article