ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુએઈએ PSL હોસ્ટ કરવાનો કર્યો ઈન્કાર
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવ વધ્યો છે. દરમિયાન પાકિસ્તાન દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ભારત પણ પાકિસ્તાનને તેનો વળતો જવાબ આપી રહ્યાં છે. દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પીએસએલને યુનાઈટેડ અરબ અમીરાત એટલે કે યુએઈ ખસેડવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, હવે યુએઈએ પાકિસ્તાનને પીએસએલ હોસ્ટ કરવાનો ઈન્કાર કર્યો છે. આમ યુએઈના નિર્ણયના પગલે પાકિસ્તાનની ઈન્ટરનેશનલ લેવલ ઉપર ફજેતી થઈ છે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ શુક્રવારે ભારત સાથેના તણાવને સંઘર્ષને કારણે પાકિસ્તાન સુપર લીગ (PSL) ની બાકીની મેચો સંયુક્ત આરબ અમીરાતમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે ટુર્નામેન્ટમાં ભાગ લેનારા વિદેશી ખેલાડીઓ ચિંતિત છે. પીસીબીએ શુક્રવારે સવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે ટુર્નામેન્ટની છેલ્લી આઠ મેચ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રમાશે. અગાઉ, આનું આયોજન રાવલપિંડી, મુલતાન અને લાહોરમાં થવાનું હતું. નિવેદન અનુસાર, આ મેચોનું સમયપત્રક નિર્ધારિત સમયે શેર કરવામાં આવશે. PCBના ચેરમેન મોહસીન નકવીએ આરોપ લગાવ્યો હતો કે PSLને ખોરવવા માટે ભારતે પાકિસ્તાનની અંદર તાજેતરમાં થયેલા હુમલામાં રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમને નિશાન બનાવ્યું હતું. જોકે, ભારતીય સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે બુધવારે રાત્રે પાકિસ્તાને ભારતના ઉત્તર અને પશ્ચિમી પ્રદેશોમાં 15 સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યા બાદ ગુરુવારે ફક્ત હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને જ નિશાન બનાવવામાં આવ્યા હતા.
નકવીએ દાવો કર્યો હતો કે, “રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમને નિશાન બનાવવાની અત્યંત બેજવાબદાર અને ખતરનાક ભારતીય કાર્યવાહીને ધ્યાનમાં રાખીને, જે સ્પષ્ટપણે ચાલી રહેલી પાકિસ્તાન સુપર લીગને વિક્ષેપિત કરવા માટે કરવામાં આવી હતી, પીસીબીએ બાકીની મેચો યુએઈમાં ખસેડવાનો નિર્ણય લીધો છે.”