અંકલેશ્વરમાં અજાણ્યા વાહને અડફેટે લેતા સ્કૂટરસવાર બે યુવાનોના મોત
- અંકલેશ્વરના ખરોડ ચોકડી પાસે બન્યો અકસ્માતનો બનાવ
- સ્કૂટર પર બન્ને યુવાનો કોલેજ જઈ રહ્યા હતા
- પોલીસે ગુનોં નોંધીને અજાણ્યા વાહનની શોધખોળ આદરી
અંકલેશ્વરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અંકલેશ્વરમાં હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા સ્કૂટર પર કોલેજ જઈ રહેલા બે યુવાનોના મોત નિપજ્યા હતા. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, અંકલેશ્વરના ખરોડી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો સ્કૂટર લઇને કોસંબા કોલેજ જઇ રહેલા બે યુવકોને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઇ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમીલ વસાવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બંને યુવકો દઢાલ ગામના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અંકલેશ્વર નજીક હાઇવે પર સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યાં પૂરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે એક સ્કૂટરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોલેજ જઈ રહેલા બે યુવકોના મોત નીપજ્યાં છે. આજે સોમવારે સવારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે-48 પર ખરોડ ચોકડી નજીક આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન દ્વારા સ્કૂટરને ટક્કર મારવામાં આવી હતી. સ્કૂટર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ આદરી છે.