હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ભાવનગરના ધોળા-ઉમરાળા હાઈવે પર ખાનગી બસની અડફેટે બાઈકસવાર બે યુવાનોના મોત

05:05 PM Oct 31, 2025 IST | Vinayak Barot
Advertisement

ભાવનગરઃ ધોળા-ઉમરાળા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે બાઈક સવાર યુવાનોને અડફેટે લેતા આ અકસ્માતમાં બાઈકસવાર યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ અને તેમના મિત્ર ભદ્રરાજસિંહ સુજાનસિંહ ગોહિલનું મોત નિપજ્યુ હતુ. આ અકસ્માત અંગે ઉમરાળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે,  ગઢડા તાલુકાના સભાડીયા ગામના યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ (ઉં.વ.22) અને તેના મિત્ર ભદ્રરાજસિંહ સુજાનસિંહ ગોહિલ (ઉ.વ.39) ગઈકાલે બાઇક નંબર જીજે 05 એનપી 1337 લઈને ધોળા-ઉમરાળા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સુરત તરફ જઈ રહેલી સદગુરુ શિવમ ટ્રાવેલ્સની બસ નંબર એ.આર 06 સી 0444ના ચાલકે બાઈક સવાર બંને યુવાનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનોને નાની મોટી ગંભીર ઈજા સાથે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંને મિત્રોને મૃત જાહેર કરાયા હતા. આ અંગે મૃતકના ભાઈ અક્ષયરાજ સુજાનસિંહ ગોહિલે બસ ચાલક વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ખાનગી લકઝરી બસના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiDhola-Umrala HighwayGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsprivate bus-bike accidentSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samachartwo youths dieviral news
Advertisement
Next Article