For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના સિન્ધુભવનરોડ પર બાઈક ઓડીકાર પાછળ અથડાતા બે યુવાનો ઘવાયા

05:25 PM Dec 21, 2024 IST | revoi editor
અમદાવાદના સિન્ધુભવનરોડ પર બાઈક ઓડીકાર પાછળ અથડાતા બે યુવાનો ઘવાયા
Advertisement

• બન્ને બાઈક સવારોને બેભાનાવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા
• ફુલસ્પિડમાં બાઈક રસ્તો ક્રોસ કરતી કાર સાથે અથડાઈ
• પોલીસે કારચાલકની ફરિયાદ લઈને બાઈકચાલક સામે ગુનોં નોંધ્યો

Advertisement

અમદાવાદઃ શહેરના સિંધુભવન રોડ પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં પૂરફાટ ઝડપે બાઈક કાર સાથે અથડાતા બાઈકસવાર બન્ને યુવાનોને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માતનો બનાવ ગઈ રાત્રે 10 વાગ્યા બાદ બન્યો હતા. સિન્ધુભવન રોડ પર મેંગો રેસ્ટોરન્ટ પાસે રસ્તો ક્રોસ કરતી એક ઓડી કાર પાછળ બે બાઈક સવાર યુવકો ઘૂસી જતાં બન્ને ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. આ ઘટનામાં પોલીસે કારચાલકને ફરિયાદી બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના પોશ ગણાતા સિન્ધુભવન રોડ પર ગતરાત્રે 10:00 વાગ્યા બાદ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. સિંધુભવન રોડ પર મેંગો રેસ્ટોરન્ટ પાસે રાજસ્થાન પાસિંગની RJ12 BS2427 બાઈક લઈને બે શખ્સો ફુલ સ્પિડમાં આવી રહ્યાં હતા. ત્યારે રસ્તો ક્રોસ કરતી GJ01 WP7233 નંબરની ઓડી કાર પાછળ બાઈક ઘૂસી ઘઈ હતી. આ અકસ્માતમાં બાઈકસવાર બન્ને યુવકને માથામાં ભાગે ઈજા થતાં તેઓ ત્યાં જ લોહીલુહાણ થઈને બેભાન થઈ ગયા હતા. અકસ્માતને પગલે સ્થળે લોકો ભેગા થઈ ગયાં હતા. આ બનાવની પોલીસ અને 108ને જાણ કરાતા પોલીસ અને એમ્બ્યુલન્સ દોડી આવ્યા હતા. અને ગંભીરરીતે ઘવાયેલા યુવાનોને હોસ્પિટલ ખસેડાયા હતા. આ ગંભીર અકસ્માતમાં યુવકોની બાઈકનો બુકડો બોલી ગયો છે. જ્યારે કારમાં પણ મોટુ નુકસાન પહોંચ્યું હતુ. પોલીસે કારચાલકની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement