For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સાવલીના ઉદલપુર રોડ પર બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના મોત

03:50 PM Dec 02, 2024 IST | revoi editor
સાવલીના ઉદલપુર રોડ પર બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના મોત
Advertisement
  • એક જ ગામના બે યુવાનોના મોતથી ગોમમાં શોકનો માહોલ છવાયો,
  • બન્ને બાઈક પૂર ઝડપે અથડાતા યુવાનો રોડ પર પટકાયા હતા,
  • પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. દરમિયાન વધુ એક અકસ્માતનો બનાવ સાવલીના ઉદલપુર રોડ પર બે બાઈક વચ્ચે સર્જાયો હતો. સાવલી તાલુકાના ઉદલપુર રોડ ઉપર ધોરેશ્વર મહાદેવ મંદિર પાસે આજે વહેલી સવારે બાઇક ઉપર જતાં એકજ ગામના બે યુવાનો સામસામે અથડાતા બંને યુવાનોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા. આ અરેરાટીભર્યા બનાવની જાણ ગામમાં થતાં સન્નાટો વ્યાપી ગયો હતો.

Advertisement

અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  સાવલી તાલુકાના અમરાપુરા (કસરિયાપુરા) ગામના રહેવાસી કંચન સોલંકી (ઉ.વ. 30) અને ભરત અર્જુનસિહ ચાવડા (ઉ.વ. 25) ગામના અલગ અલગ ફળિયામાં રહેતા હતાં. આજે વહેલી સવારે એક યુવક નોકરીથી બાઈક પર ઘરે પરત જતો હતો અને બીજો યુવાન બાઈક પર સાવલી તરફ જવા માટે નીકળ્યો હતો. દરમિયાન ઉદલપુર રોડ ઉપર ધોરેશ્વર મંદિર પાસે બંને બાઇકચાલકો સામેસામે અથડાયા હતા. બંને બાઇક ચાલકો એટલા સ્પીડમાં હતા કે બંન્ને યુવાનો સ્થળ ઉપર જ મોતને ભેટ્યા હતા અને બંનેની બાઇકોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગોઝારા અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતાં લોકો બચાવ કામગીરી માટે દોડી ગયા હતા. જોકે, બંને યુવાનોના અકસ્માત થતાં જ સ્થળ ઉપર મોત નીપજતાં ગમગીની છવાઇ ગઇ હતી. દરમિયાન બંને યુવાનો અમરાપુરા ( કસરીયાપુરા ) ગામના હોવાની ટોળે વળેલા લોકોને જાણ થતાં આ બનાવની જાણ ગામમાં કરી હતી. બીજી બાજુ સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી બંનેના મૃતદેહને સાવલી જમનોત્રી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા

બનાવની જાણ મૃતકોના પરિવારજનોને થતાં  હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો. યુવાન દીકરાઓને યાદ કરી હૈયાફાટ રુદન કરતી પરિવારની મહિલાઓએ હોસ્પિટલ ખાતે પહોંચેલા લોકોને પણ હચમચાવી નાખ્યા હતા. આ બનાવની જાણ થતાં સાવલી પોલીસ દોડી ગઇ હતી અને બને મૃતકોનાં મૃતદેહનો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. એકજ ગામનાં યુવાનોનાં અણધાર્યા મોતથી ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement