For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભૂજ માંડવી હાઈવે પર પીયાવા પાસે કાર કેનાલમાં ખાબકતા બે યુવાનોના મોત

04:31 PM Jan 03, 2025 IST | revoi editor
ભૂજ માંડવી હાઈવે પર પીયાવા પાસે કાર કેનાલમાં ખાબકતા બે યુવાનોના મોત
Advertisement
  • બન્ને મિત્રો રાતના સમયે કોડાય પુલ ચા- નાસ્તો કરવા જતાં અકસ્માત નડ્યો
  • નર્મદા સાયફન કેનાલ પર ખાડા ટેકરાવાળો રસ્તો હોવાથી અકસ્માત સર્જાયો
  • આ જ સ્થળે અગાઉ પણ અકસ્માતના અનેક બનાવો બન્યા છે

ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ભૂજ માંડવી હાઈવે પર પીયાલા પાસે નર્મદા સાયફન કેનાલમાં કાર ખાબકતા કારમાં પ્રવાસ કરી રહેલા બે યુવાનો મોતને ભેટ્યા હતા. કહેવાય છે કે, કેનાલના ઉપરના રસ્તે ખાડા-ટેકરા હોવાથી કારચાલકે કાબુ ગુમાવ્યો હતો. કારચાલક અને તેમો મિત્ર રાતના સમયે કોડાય પુલ ચા-નાસ્તો કરવા જતા અકસ્માતનો ભોગ બન્યા હતા.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, મુળ અબડાસાના અને હાલ લાંબા સમયથી માંડવી રહેતા પરિવારના બે યુવાનો રાત્રીના સમયે કાર લઇ કોડાય પુલ ચા-નાસ્તો કરવા જઈ રહ્યા હતા ત્યારે કાર પલટી ખાઈ જતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.પીયાવા નજીક સાયફન નર્મદા કેનાલની ઉપરના રસ્તે પસાર થતા સમયે ખાડા-ટેકરા હોવાથી કાબુ ગુમાવ્યા બાદ અકસ્માત સર્જાતા બન્ને યુવાનો મોતને ભેટ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો દાડી આવ્યો હતો. અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, માંડવીના રિદ્ધિ સિદ્ધિ નગરમાં રહેતાં મુળ અબડાસાના ખુડા ગામના 19 વર્ષીય હિતરાજસિંહ સરદારસિંહ અને મુળ ધ્રુફી ગામના 21 વર્ષીય સાવનગર નારણગર ગોસ્વામીનું કાર અકસ્માતમાં મોત નીપજ્યું હતું.બન્ને હતભાગી મિત્રો રાત્રે કોડાય પુલ ચા-નાસ્તો કરવા માટે કારથી નીકળ્યા હતા.એ દરમિયાન પિયાવા પાસે સાઇફન નર્મદા કેનાલની ઉપરથી પસાર થતા ખાડા-ટેકરા વાળો રસ્તો અકસ્માતનું કારણ બન્યું હતું.જેના કારણે ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી.જેમાં બન્ને યુવાનોને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર મળે તે પહેલાં ઘટના સ્થળે મોત થયું હતું.

Advertisement

પિયાવા પાસે ભુજ-માંડવી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વચ્ચે આવતી નર્મદા સાઇફન કેનાલ ઉપર રસ્તો લાંબા સમયથી ખરાબ છે જેના કારણે અગાઉ પણ રાત્રીના ભાગે અકસ્માતની ઘટનાઓ બની ચુકી છે.અકસ્માત ઝોન બન્યો હોવાની ચાડી ખાતા રોડનું વહેલી તકે સમારકામ કરાય તેવી માંગ ઉઠી રહી છે.

Advertisement
Tags :
Advertisement