હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદમાં પૂરફાટ ઝડપે કારે એક્ટિવાને ટક્કર મારતા બે યુવાનોના મોત

04:10 PM Aug 11, 2025 IST | Vinayak Barot
Advertisement

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ઝાંસીની રાણી, બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના નહેરુનગરના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન પાસે ગઈ મોડીરાતે એક્ટિવા પર જઈ રહેલા બે યુવાનોને પૂરફાટ ઝડપે બ્રેઝાકારે ટક્કર મારતા એક્ટિવાસવાર બન્ને યુવાનોના મોત નિપજ્યા હતા.  બ્રેઝાકાર 100 ફૂટ સુધી ફંગોળાયા હતા. અકસ્માતમાં બંને યુવકનાં મોત થયાં છે. કારચાલકની પોલીસે અટકાયત કરી છે,. પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, અમદાવાદના સી.જી. રોડ પર કાર ચાલકોએ જન્મ દિવસની ઊજવણી કરી હતી. આ ઊજવણી બાદ ત્રણ કારમાં રેસ લગાવવામાં આવી હતી. આ રેસના ચક્કરમાં પુરપાટ જતી કારે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવાસવાર બે યુવાનોના મોત નિપજ્યા હતાં. ત્રણેય કાર પુરપાટ સ્પીડે જતી હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું. રાત્રે 2 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બની હતી અને ટુ વ્હીલર ચાલકોને સારવાર મળે તે પહેલા તેમના મોત થયા હતાં.

ટ્રાફિક પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ઝાંસીની રાણી, બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના નહેરુનગરના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન પાસે ગઈ મોડીરાતે એક્ટિવા પર જઈ રહેલા બે યુવાનોને પૂરફાટ ઝડપે બ્રેઝાકારે ટક્કર મારતા એક્ટિવાસવાર બન્ને યુવાનોના મોત નિપજ્યા હતા. એક્ટિવા સવાર બન્ને મિત્ર અશફાક અજમેરી (ઉં.વ.22 રહે જમાલપુર) અને અકરમ કુરેશી(ઉં.વ. 35 રહે જમાલપુર) એક્ટિવા(GJ01PX 9355)માં નહેરુનગરથી શિવરંજની તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રાતના બે વાગ્યા આસપાસ બ્રેઝાકાર (GJ27DM 9702)ના ચાલકે એટલી જોરથી ટક્કર મારી કે એક્ટિવા BRTS રેલિંગમાં ઘૂસી ગયું હતું, જેમાં અકરમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે અશફાક અજમેરીને સોલા સિવિલમાં ફરજ પરના ડોક્ટરે 5:20 વાગ્યે મૃત જાહેર કર્યો હતો. બન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

Advertisement

અકસ્માતના આ બનાવની જાણ થતાં એન  ડિવિઝન ટ્રાફિકની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આ મામલે બ્રેઝા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ બ્રેઝા કાર પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Aajna SamacharahmedabadBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samachartwo youths die after car hits Activaviral news
Advertisement
Next Article