For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં બે વર્ષનું બાળક ઢાંકણા વિનાની ખૂલ્લી ગટરમાં પડ્યું, 18 કલાક વિત્યા કોઈ અત્તોપત્તો નથી

04:57 PM Feb 06, 2025 IST | revoi editor
સુરતમાં બે વર્ષનું બાળક ઢાંકણા વિનાની ખૂલ્લી ગટરમાં પડ્યું  18 કલાક વિત્યા કોઈ અત્તોપત્તો નથી
Advertisement
  • NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન
  • પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં પડતી મુશ્કેલી
  • ઓક્સીજન માસ્ક પહેરી ફાયર કર્મીઓ ડ્રેનેજમાં ઉતર્યા

સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના તંત્રના પાપે એક બે વર્ષનો માસુમ બાળક ગટરના હોલ પર ઢોંકણ ન હોવાથી ગટરમાં ગરકાવ થઈ જતાં 18 કલાક વિત્યા છતાંયે બાળકનો કોઈ અત્તોપત્તો નથી. હાલ એનડીઆરની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત ફાયરની ટીમ પણ ઓક્સિજન માસ્ક સાથે ગટરમાં ઉતરીને શોધખોળ કરી રહી છે. ગટરમાં પાણોનો પ્રવાહ વધુ હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. આ ઘટના બની ત્યારે રાત્રે મેયરને સ્થાનિકોએ કોલ કર્યો હતો. ત્યારે મેયરે બહાર હોવાનું જણાવી મારી ટીમને મોકલું છું તેમ કહ્યું હતું. મેયર દક્ષેશ માવાણી ગાંધીનગર ખાતે મેયર્સ કપ રમી રહ્યા છે. ઘટના બન્યા બાદ પાલિકા કમિશનર કે મેયર બેમાંથી એકપણ ઘટનાસ્થળે પહોંચ્યા નથી. પરિવાર પણ મેયર ન આવ્યા હોવાનું કહીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Advertisement

આ બનાવની વિગતો એવી છે. કે, સુરત શહેરના ન્યુ કતારગામ વિસ્તારમાં ગઈકાલે 5 ફેબ્રુઆરીના સાંજના સમયે બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. શહેરના સુમન સાધના આવાસમાં રહેતા પરિવારનો બે વર્ષનો દીકરો કેદાર શરદભાઈ વેગડ તેની માતા સાથે સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો. તે દરમિયાન આઇસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યો હતો. તે દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણાં વગરની ખુલ્લી ગટર હતી અને તેમાં બાળક ઊંધા માથે પડ્યો હતો. આ ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.  પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું અને કેમેરાની મદદથી ડ્રેનેઝ લાઈનમાં શોધખોળ શરૂ કરી હતી. છ કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતા મોડીરાત્રે રેસ્ક્યૂની કામગીરી બંધ કરવામાં આવી હતી. આજે 6 ફેબ્રુઆરીના રોજ ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 16 કલાકથી વધુ સમય થઈ ગયો પણ બાળકનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી.

આ અંગે ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુર ઝપાટ વાલા ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, વરસાદી પાણીના નિકાલની લાઈનમાં ડ્રેનેજનું કનેક્શન મળી આવવું એ ખૂબ જ ગંભીર બાબત છે. આ બાબતે અમે તપાસ કરાવીશું અને જવાબદાર અધિકારી સામે પગલાં પણ લઈશું. ડ્રેનેજ લાઈનથી વરિયાવ સ્ટેશન સુધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રકારની ઘટના ખૂબ જ દુઃખદ છે અને જવાબદાર વ્યક્તિઓ સામે ચોક્કસ પગલાં લેવામાં જ આવશે. દરેક ઝોનની અંદર સમયાંતરે ડ્રેનેજ લાઈન અને વરસાદી પાણીના નિકાલની લાઈન અંગે સર્વે કરાવતા હોઈએ છીએ.

Advertisement

ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્રિત થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળ ઉપર હાજર છે. કાયદો-વ્યવસ્થા જળવાય તેના માટે પોલીસ એકત્રિત થયેલા લોકોને મનાવી રહી છે. ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તેજસ પટેલ બાળક સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનમાં પડી ગયા બાદ ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા. ત્યારબાદ ગટર કનેક્શનના નકશો લેવા માટે જાઉં છું, તેમ કહીને ગયા હોવાનું સ્થાનિક લોકો અને પરિવારના લોકોએ જણાવ્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, ઘટના જ્યાં બની હતી ત્યાંથી થોડા જ અંતરે ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તેજસ પટેલ નકશો લાવવાને બદલે તાપણું કરવામાં વ્યસ્ત હતાં. આ તાપણું કરવા બેઠેલા અધિકારીઓનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

Advertisement
Tags :
Advertisement