For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કોટામાં SUV અને સ્કૂલ વાન વચ્ચે ટક્કર, બે વિદ્યાર્થીનીઓના મોત, અનેક ઘાયલ

05:42 PM Nov 01, 2025 IST | revoi editor
કોટામાં suv અને સ્કૂલ વાન વચ્ચે ટક્કર  બે વિદ્યાર્થીનીઓના મોત  અનેક ઘાયલ
Advertisement

કોટા: દેશમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં જ રાજ્યમાં લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં કોટામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સ્કૂલના બાળકોના મોત થયા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. બાળકોને લઈ જતી સ્કૂલ વાન એક SUV વચ્ચે જોરદાર ટક્કર થી હતી. આ અકસ્માતને પગલે સ્કૂલવાનમાં સવાર બાળકોની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

Advertisement

આ અકસ્માત કોટાના ઇટાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. ત્યા હાજર લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માતનું કારણ વાનનું ટાયર ફાટવું હતું. 132 કેવી ગ્રીડ સ્ટેશન પાસે અચાનક ટાયર ફાટ્યું હતું. એટલું જ નહીં, વાન વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી, જેના કારણે વાન સામેથી આવી રહેલી SUV સાથે અથડાઈ ગઈ.

આ ટક્કર એટલી ગંભીર હતી કે બે બાળકોના મોત થયા અને એક ડઝનથી વધુ લોકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા. એસયુવી પલટી ગઈ અને લગભગ 20 ફૂટ દૂર રસ્તા પર પડી ગઈ. વાનનો આગળનો ભાગ પૂરીરીતે ડેમેઝ થયો.

Advertisement

અકસ્માત પછી, બાળકોના બેગ અને પુસ્તકો રસ્તાઓ પર વેરવિખેર પડી ગયા હતા. જ્યારે સ્થાનિક લોકો બાળકોના રડવાનો અવાજ સાંભળતા હતા, ત્યારે તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કેટલાક લોકોએ વાનની બારી તોડીને બાળકોને બહાર કાઢ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

પોલીસે વાહનો જપ્ત કર્યા
ઘાયલોને કોટાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતગ્રસ્ત વાન ઇટાવાની એક ખાનગી શાળાની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, "ટાયર ફાટવાને કારણે ડ્રાઇવરે વાન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો."

ઇટાવાના ડીએસપીના જણાવ્યા અનુસાર, સ્કૂલ વાનમાં 10-12 બાળકો હતા. આ અકસ્માતમાં 15 અને 8 વર્ષની બે વિદ્યાર્થીનીઓના મોત થયા હતા. પાંચ બાળકોની હાલત ગંભીર છે અને તેમને કોટાની ન્યૂ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે બંને વાહનો જપ્ત કર્યા છે. અકસ્માત બાદ બાળકોના માતા-પિતા બેભાન છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આ અકસ્માતે માર્ગ સલામતી અને શાળા વાહનોની નબળી જાળવણી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

Advertisement
Tags :
Advertisement