For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં નકલી પોલીસની ઓળખ આપીને તોડબાજી કરતા બે શખસો પકડાયા

02:06 PM Jun 01, 2025 IST | revoi editor
અમદાવાદમાં નકલી પોલીસની ઓળખ આપીને તોડબાજી કરતા બે શખસો પકડાયા
Advertisement
  • નકલી પોલીસને અસલી પોલીસને ભેટો થઈ ગયો
  • બન્ને શખસો પાસે પોલીસના નકલી આઈકાર્ડ પણ મળી આવ્યા
  • નકલી આઈકાર્ડ પર IGPનો સિક્કો અને સહી પણ હતી એટલે કોઈને શંકા ન જાય

અમદાવાદઃ શહેરમાં નકલી પોલીસની ઓળખ આપીને તોડબાજી કરનારા બે શખસો પકડાયા છે. એસઓજીએ બન્ને શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી પોલીસના નકલી આઇકાર્ડ જપ્ત કર્યા છે. જેમાં નકલી આઈકાર્ડમાં આઇજીપીના સિક્કો મારેલો છે. બન્ને આઇકાર્ડ સરદારનગરમાં રહેતા યુવકે બનાવ્યા હોવાનો પર્દાફાશ થતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, શહેરના સરસપુર ખાતે રહેતો નયન પરમાર અને શાહીબાગ ગીરધરનગર ખાતે રહેતો ગૌરાંગ ભીલ પોલીસની ઓળખ આપીને તોડબાજી કરી રહ્યા છે. અને હાલ બન્ને નારોલ-નરોડા રોડ પર આવેલી વિલસમ હોટલ પાસેથી પસાર થવાના છે. બાતમીના આધારે એસઓજીની ટીમ તરતજ ઘટના સ્થળે પહોચીને બે શકમંદ યુવાનોની અટકાયત કરી હતી. બન્નેની અટકાયત બાદ તેમનુ નામ પૂછતા એકનું નામ નયન અને બીજાનું નામ ગૌરાંગ હતું. એસઓજીની ટીમે બન્નેની અંગઝડતી કરતા તેમની પાસેથી પોલીસનું બનાવટી આઇકાર્ડ મળી આવ્યુ હતું. બન્ને પાસેથી એઓસજીના હેડ કોન્સ્ટેબલ હોવાના બોગસ આઇકાર્ડ મળી આવ્યા હતા.

એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી નયન અને ગૌરાંગ સારા મિત્રો છે અને લોકો પાસેથી તોડ કરવાના ઇરાદે પોલીસના બોગસ આઇકાર્ડ બનાવી દીધા હતા. એસઓજીએ બન્નેની પુછપરછ કરી હતી જેમાં તેમણે જણાવ્યુ હતુંકે પાંચ મહિના પહેલા શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા નરેશ નામના વ્યક્તિએ બન્ને આઇકાર્ડ બનાવી આપ્યા હતા.આઇજીપીના સિક્કા વાળા બે આઇડી કાર્ડ પણ મળી આવ્યા છે.એસઓજી ક્રાઇમે બન્નેની ધરપકડ કરીને તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement