For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના ચાંદખેડામાં મોબાઈલ ટાવરમાંથી કાર્ડની ચોરી કરતા બે શખસો પકડાયા

04:50 PM Nov 17, 2025 IST | Vinayak Barot
અમદાવાદના ચાંદખેડામાં મોબાઈલ ટાવરમાંથી કાર્ડની ચોરી કરતા બે શખસો પકડાયા
Advertisement
  • આરોપીઓ વિદેશમાં 5G નેટવર્ક ન હોય ત્યાં કાર્ડ સપ્લાય કરતા હતા,
  • આરોપીઓ પાસેથી પોલીસે 3 બેઝબેન્ડ યુનિટ કબજે કર્યા,
  • આરોપીઓએ અલગ અલગ જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત કરી

અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઈલ ટાવરમાં 5G BBU કાર્ડની ચોરી કરતા બે શખસોને પોલીસે દબોચી લીધા છે. શહેરમાં અગાઉ મોબાઈલ ટાવરમાંથી 5G BBU કાર્ડની ચોરીની ફરિયાદો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચાંદખેડા વિસ્તારમાં મોબાઈલ ટાવરમાંથી કાર્ડની ચોરી થતાં પોલીસે સીસીટીવી કૂટેજ તપાસીને બે શખસોને ઝડપી લીધા હતા.આરોપીઓ મોબાઈલ ટાવરમાંથી 5G BBU કાર્ડ કાઢીને વિદેશમાં સપ્લાય કરતા હતા.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, શહેરના જુહાપુરામાં રહેતા મોહમ્મદકલીમ શેખે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જિયો કંપનીમાં એસ્ટેટ મેનેજર તરીકે નોકરી કરે છે. 6 નવેમ્બરના રાતે 2 વાગ્યાની આસપાસ ચાંદખેડાના સુપરવાઇઝરે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, વિસત ઝુંડાલ પર આવેલા ટાવર બંધ થઈ ગયા છે. જેથી મોહમ્મદકલીમ શેખ રાત્રે ટાવર પાસે પહોંચ્યા હતા. ટાવરમાં તપાસ કરતા જિયો કંપનીના 5Gનું BBU કાર્ડની ચોરી થઈ હતી. આ કાર્ડની કિંમત 1.25 લાખ રૂપિયા હતી.કાર્ડ ચોરી થવા મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. દરમિયાન અમદાવાદ ગ્રામ્ય પોલીસે થોડા દિવસ અલગ અલગ જીયોના ટાવરમાંથી કાર્ડની ચોરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે મૂળ કાશ્મીરના અને અમદાવાદમાં રહેતા ઉત્તર શર્મા અને બોટાદના વિશાલ ચાવડાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 3 બેઝબેન્ડ યુનિટ કબજે કર્યા હતા.આરોપીઓએ અમદાવાદ જિલ્લા ઉપરાંત શહેરમાં ચાંદખેડા,સાબરમતી,પાલડી,વાસણા,નારોલ,ઘોડાસર,લાંભા સહિત અલગ અલગ જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપી ઉત્તમ શર્મા જિયો કંપનીમાં ટાવરનું ઇન્સ્ટોલેશન નું કામ કરતો હતો જેથી તે ટાવરમાં કઈ કઈ વસ્તુઓ કિંમતી હોય તે બાબતથી જાણકાર હતો. ઉત્તમ ક્યા સ્થળ પર મોબાઈલ ટાવર લાગેલા છે, તેના લોકેશન જાણતો હતો માટે રાત્રિના સમયે વિશાલ સાથે મળી ટાવરમાંથી 5G BBUની ચોરી કરતો હતો. એક ટાવરમાંથી માત્ર બે મિનિટમાં ફિટ કરેલા BBU કાર્ડની ચોરી કરતો હતો.BBU ની મૂળ કિંમત રૂ 3.50 લાખ છે પરંતુ તે આગળ 15 હજારમાં એક BBU નું વેચાણ કરતો હતો. મોબાઈલ ટાવરમાંથી ચોરી BBU દિલ્હીની એક ગેંગને વેચવામાં આવતા હતા. દિલ્હીની ગેંગ આ BBU દક્ષિણ ઉત્તરના દેશો જ્યાં 5G નેટવર્ક ન હોય ત્યાં કંબોડિયા,વિયેતનામ સહિતના દેશમાં કાર્ડનું વેચાણ કરતા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement