For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં નકલી પોલીસના સ્વાંગમાં તોડ કરતા બે શખસો પકડાયા

06:04 PM Mar 28, 2025 IST | revoi editor
વડોદરામાં નકલી પોલીસના સ્વાંગમાં તોડ કરતા બે શખસો પકડાયા
Advertisement
  • બાઈકચાલકને પોલીસની ઓળખ આપી ધમકાવીને 20 હજારનો તોડ કર્યો હતો
  • અન્ય યુવકને મારમારીને રૂપિયા પડાવ્યા હતા
  • આરોપી સામે અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે  

વડોદરાઃ શહેરમાં નકલી પોલીસના સ્વાંગમાં વાહનચાલકોને ડરાવીને તોડ કરનારા બે શખસોને પોલીસે પકડી પાડ્યા હતા. શહેરના તરસાલી વિસ્તારમાં બાઈક લઇ ઉભેલા મિત્રો પાસે નકલી પોલીસના સ્વાંગમાં  બે શખસો ધસી આવ્યા હતા. ત્યારબાદ બે પૈકી એકે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી બંને મિત્રોને તમે અહીંયા કેમ આવ્યા છો ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપીને એક યુવક પાસેથી બળજબરી પૂર્વક 20 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા તથા અન્ય યુવકને લાફા મારી તેની પાસેથી રૂ.70 કાઢી લીધા હતા અને ત્યાંથી નીકળી ગયા હતા. જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોલીસનો દમ મારનાર ઠગ સહિત બેને ઝડપી પાડ્યા હતા.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેર કમલા નગર પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા મિલિંદ ભુપેન્દ્રભાઈ ગાંગુડે(મરાઠી)  બપોરના આશરે અઢી વાગ્યાથી બપોરના સવા ત્રણ વાગ્યા દરમિયાન તેમના મીત્ર દેવભાઇ સાથે બાઇક લઇને જઈ રહ્યા હતા. તેઓ તરસાલી બ્રિજથી આજવા બ્રિજ તરફ જતા હાઇવે ઉપર આવેલા ઝીલીઓન કોમ્પલેક્ષથી થોડા આગળ બાઈક લઈને ઉભા રહ્યા છે. આ સમય દરમિયાન પોલીસના સ્વાંગમાં બે શખસ તેમની પાસે આવ્યા હતા. પોતે પોલીસની ઓળખ આપીને પોતે વિજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ  તથા મયંક વિજય માળી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ વિજય રાઠોડે યુવકની ફેટ પકડી અહીં કેમ તમે આવ્યા છો? શું ખોટા ધંધા કરો છો ? તેમ કહી યુવકને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઇશ તેવી ધમકી આપીને બળજબરી પૂર્વક યુવક પાસેથી રૂ.20 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ યુવકના મિત્ર દેવાભાઇ પાસેથી 70 રૂપીયા કાઢી લીધા હતા. આમ બંને જણાએ પોલીસ તરીકેની ઓળખ આપનારા વિજય રાઠોડે દેવભાઇને બે-ત્રણ લાફા મારી દીધા હતાં. જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બોગસ પોલીસ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મકરપુરા પોલીસે અલગ અલગ ટીમ બનાવી પોલીસ હોવાની ખોટી ઓળખ આપનારા વિજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ તથા મયંક વિજય માળીને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી 20 હજાર રોકડા તથા બે બાઈક રૂ.60 હજાર અને મોબાઈલ રૂ.18 હજાર રૂ.1.28 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે. બોગસ પોલીસ બનનાર વિજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તેના વિરુદ્ધ મહીસાગર જિલ્લાના ખાનપુર તથા માંજલપુર પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયેલા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement