For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

તારાપુર-વટામણ હાઈવે પર પૂરફાટ ઝડપે કાર રેલિંગ સાથે અથડાતા બેનાં મોત

06:33 PM Dec 10, 2024 IST | revoi editor
તારાપુર વટામણ હાઈવે પર પૂરફાટ ઝડપે કાર રેલિંગ સાથે અથડાતા બેનાં મોત
Advertisement
  • વડોદરાથી સાળંગપુર જઈ રહેલા યુવાનોને અકસ્માત નડ્યો,
  • હાઈવે પર શ્વાનને બચાવવા જતા કારચાલકે સ્ટિયરિંગ પરને કાબુ ગુમાવ્યો,
  • ત્રણ ઈજાગ્રસ્તોને કરમસદ હોસ્પિટલમાં ખસેડાયા

આણંદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ તારાપુર-વટામણ હાઈવે પર બન્યો હતો. તારાપુર-વટામણ હાઇવે પર અચાનક શ્વાન આડું ઉતરતા કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વડોદરાથી સારંગપુર જઈ રહેલા પાંચ મિત્રોને ગંભીર અકસ્માત નડતા બે મિત્રોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જ્યારે ત્રણ ઈજાગ્રસ્તોને કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  વડોદરાના આકાશ રાણા, અનિલ પંડયા, અક્ષય રાજપુત, પ્રણવ પંડ્યા અને જીગ્નેશ વસાવા એમ પાંચેય મિત્રો કાર લઈને સાળંગપુર જવા માટે નીકળ્યા હતા.દરમિયાન રાતના દસેક વાગ્યાના અરસામાં કાર તારાપુર-વટામણ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. ત્યારે વરસડા સીમ નજીક અચાનક શ્વાન આડું આવતા આકાશ રાણાએ કાર રોડની ડાબી બાજુ લઈ જતા સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા લોખંડની રેલિંગ સાથે કારઅથડાઈને પલટી ગઈ હતી. આ અકસ્માતને લીધે હાઈવે પર અન્ય વાહનચાલકોએ વાહનો ઊભા રાખીને પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

અકસ્માતની જાણ થતાં 108 ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પ્રણવ પંડયા અને જીગ્નેશ વસાવાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અનિલ પંડયા તથા અક્ષય રાજપુતને ગંભીર ઈજા પહોંચતા કરમસદ મેડિકલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આકાશને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અંગે આકાશ રાણાની ફરિયાદના આધારે તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement