For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમરેલી જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત

05:32 PM Apr 30, 2025 IST | revoi editor
અમરેલી જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત
Advertisement
  • બાબરા હાઈવે પર ડીઝલ ભરેલું ટેન્કર પલટી ખાતાં આગ લાગી, ચાલકનું મોત
  • રાજુલા નજીક હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂંસી જતા એકનું મોત
  • પોલીસે અકસ્માતના બન્ને બનાવોમાં ગુનોં નોંધી તપાસ હાથ ધરી

  અમરેલીઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં બાબરા-અમરેલી રોડ પર અને રાજુલા હાઈવે પર જુદા જુદા અકસ્માતના બે બનાવોમાં બેના મોત મિપજ્યા હતા. બાબરા-અમરેલી હાઈવે પર ડીઝલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો. ટેન્કર પલટી મારી જતાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક નીચે દબાઈ જવાથી તેનું મોત નિપજ્યું છે. આગની જાણ થતાં જ બાબરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગમાં મોટાભાગનું ટેન્કર બળીને ખાખ થઈ ગયું છે. જ્યારે બીજા બનાવમાં રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

Advertisement

પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, . બાબરા-અમરેલી હાઈવે પર ડીઝલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો. ટેન્કર પલટી મારી જતાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક નીચે દબાઈ જવાથી તેનું મોત નિપજ્યું છે. આગની જાણ થતાં જ બાબરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ટેન્કર ક્યાંથી આવ્યું હતું અને ક્યાં જવાનું હતું, આગ કેવી રીતે લાગી, મૃતક ચાલકની ઓળખ અને ટેન્કરની માલિકી અંગેની વિગતો મેળવવા માટે પોલીસે ટેન્કરના નંબરના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે.

Advertisement

જ્યારે બીજા અકસ્માતની વિગતો એવી છે કે, રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ તમામ લોકો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં લગ્ન પ્રસંગમાંથી સિહોર તાલુકાના વડીયા ગામે પરત ફરી રહ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહ અને કારને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી.

Advertisement
Tags :
Advertisement