For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં અસલાલી અને રામોલમાં અકસ્માતના બનાવમાં બેના મોત

04:18 PM Nov 19, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં અસલાલી અને રામોલમાં અકસ્માતના બનાવમાં બેના મોત
Advertisement
  • અસલાલી નજીક એકટીવા સ્લીપ થતા મિક્સર ટ્રકનું ટાયર યુવક પર ફરી વળ્યુ,
  • રામોલમાં ટ્રકે અડફેટે લેતા વૃદ્ધનું મોત,
  • બન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં બે જુદા જુદા અકસ્માતના બનાવમાં બેના મોત નિપજ્યા હતા, પ્રથમ અકસ્માતના બનાવમાં બે પિતરાઈ ભાઈ લગ્નની ખરીદી કરીને એક્ટિવા પર સવાર થઈને પરત આવતા હતા, ત્યારે અસલાલી નજીક એકટીવા સ્લીપ થતા પાછળ આવી રહેલા મિક્સર ટ્રકનું ટાયર એક યુવક પર ફરી મળતા સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં રામોલમાં વૃદ્ધાનુ ટ્રકની અડફેટે મોત નિપજ્યુ હતુ. અકસ્માતના બન્ને બનાવમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement

પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે,  સાણંદમાં રહેતા રામજી રબારી અને પિતરાઇ ભાઇ સુજલ રબારીના લગ્ન હોવાથી તે બન્ને એક્ટિવા લઇને ખરીદી કરવા નિકોલ ગયા હતા. ખરીદી કરીને બંને પરત સાણંદ જતા હતા, ત્યારે સુજલ એક્ટિવા ચલાવતો હતો. બંને અસલાલી ગાય સર્કલ પાસે પહોંચ્યા ત્યારે સુજલે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બંને રોડ પર પટકાયા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા મિક્સર ટ્રકનું ટાયર સુજલ પર ફરી વળતા ગંભીર ઇજાઓ થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન સુજલનું મોત નિપજ્યુ હતું. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે મિક્સર ટ્રકચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

બીજા અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  શહેરના રામોલ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય બેબીબેન વાદી કામ અર્થે બહાર ગયા હતા. રાજીવનગર ટેકરાની સામે રિંગ રોડ ક્રોસ કરતા હતા, ત્યારે પૂરઝડપે આવેલા ટ્રકચાલકે ટક્કર મારીને અડફેટે લેતા બેબીબેનને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement