For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પોરબંદર-દ્વારકા હાઈવે પર યાત્રાળુઓની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત

03:50 PM Feb 25, 2025 IST | revoi editor
પોરબંદર દ્વારકા હાઈવે પર યાત્રાળુઓની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત  બેના મોત
Advertisement
  • કર્ણાટકના યાત્રાળુંઓ સોમનાથથી દ્વારકા જઈ રહ્યા હતા
  • કૂછડી ગામ નજીક હાઈવે પર મોડી રાતે સર્જાયો અકસ્માત
  • ઈજાગ્રસ્ત 12 યાત્રાળુઓને સારવાર માટે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડાયા

પોરબંદરઃ રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ગત મોડી રાતે પોરંબદર-દ્વારકા હાઈવે પર યાત્રાળુઓની લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો, કર્ણાટકથી શ્રદ્ધાળુઓ ભરીને ઉપડેલી બસ સોમવારે મોડી રાત્રે પોરબંદર-દ્વારકા હાઇવે પર કુછડી ગામ નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી.  આ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 12 જેટલા પ્રવાસીઓને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પોરબંદરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

પોરબંદર-દ્વારકા હાઈવે પર કુછડી ગામ નજીક સોમવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કર્ણાટકના યાત્રાળુઓથી ભરેલી બસ બંધ પડેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે અકસ્માતમાં 12 યાત્રાળુઓને ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ કસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, યાત્રાળુઓની બસ સોમનાથથી દ્વારકા જઇ રહી હતી ત્યારે કુછડી ગામ પાસે ટર્ન મારતી વખતે રસ્તા પર બંધ પડેલી એક ટ્રક સાથે ધડકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં બે યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે 12 યાત્રાળુઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસ સૂત્રોના કહેવા મુજબ યાત્રાળુઓની બસ સોમનાથથી દ્વારકા તરફ જઈ રહી હતી. કુછડી ગામ નજીક ગોલાઈ પાસે રસ્તા પર બંધ પડેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

Advertisement
Tags :
Advertisement