હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગોધરા-દાહોદ હાઈવે પર કાર અને સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં બેના મોત

01:37 PM Jun 15, 2025 IST | revoi editor
Advertisement

દાહોદઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે આજે ગોધરા-દાહોદ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. વહેલી સવારે ગોધરા નજીક કાર અને સ્કૂટર વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. સ્કૂટર લઇને નોકરી જઇ રહેલા બે યુવકોને કાર ચાલકે અડફેટે લેતાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે,  પંચમહાલ જિલ્લાના ગોધરામાં દાહોડ રોડ પર સ્વામિનારયણ મંદિર નજીક કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટર પર સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ યુવકો ખાનગી કંપનીના ઓટોમોબાઇલ શોરૂમમાં નોકરી કરતા હતા. અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

આ દરમિયાન ટોળામાંથી જાગૃત નાગરિકે પોલીસને અકસ્માતની જાણ કરી હતી. અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્ળે પહોંચી ગઇ હતી અને બંને મૃતકોના મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં એક યુવાન ગોધરા અને એક યુવાન મોરવા હડફ તાલુકાના કુવાજર ગામનો હોવાનું જાણવા મળ્યુ છે. હાલમાં મૃતકોના પરિવારજનોનો આ બનાવની જાણ કરવામાં આવતાતેમના પરિવારજનો દોડી આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaraticar and scooter accidentGodhra-Dahod highwayGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samachartwo deadviral news
Advertisement
Next Article