For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કચ્છના સામખિયાળી નજીક આઈસર ટ્રક પલટી ખાઈને કાર સાથે અથડાતા બેનાં મોત

05:10 PM Sep 22, 2025 IST | Vinayak Barot
કચ્છના સામખિયાળી નજીક આઈસર ટ્રક પલટી ખાઈને કાર સાથે અથડાતા બેનાં મોત
Advertisement
  • રાધનપુર તરફથી આવતી ટ્રક અચાનક બેકાબુ બની ત્રણ ગુલાંટ મારી ગઈ,
  • ટ્રક પલટી મારીને કાર સાથે અથડાઈ,
  • ટ્રકચાલક અને શ્રમિકનું મોત, કારમાં સવાર તમામનો બચાવ

ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે સામખિયાળી નજીક રાધનપુર તરફથી આવતી આઈશર ટ્રક અચાનક બેકાબુ બની ત્રણ ગુલાંટ મારી ગઈ હતી. અને કાર સાથે અથડાઈ હતી. જોકે કારમાં પ્રવાસ કરી રહેલા તમામનો આબાદ બચાવ થયો હતો.જ્યારે આ અકસ્માતમાં ટ્રક ચાલક અને એક શ્રમજીવી વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. 19 વર્ષીય હિમેશ રતનસી વાઘેલાને ગંભીર ઈજાઓ થતાં સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હિમેશ મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને હાલમાં રાજકોટના જસદણમાં રહે છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, કચ્છના નેશનલ હાઈવે પર સામખિયાળી નજીક રાતે 12 વાગ્યેના સુમારે પૂરફાટ ઝડપે જતા આઈસર ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ત્રણ ગુલાંટ મારીને કાર સાથે અથડાયો હતો. અમદાવાદથી મતાનામઢ દર્શન માટે જતા પરિવારની  કાર સાથે ટ્રક અથડાઈ હતી. કારને ભારે નુકસાન થયું, પરંતુ તેમાં સવાર પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે ટ્રક ચાલક અને એક શ્રમજીવી વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. સામખિયાળી ટોલ પ્લાઝાની હાઈવે પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ઘાયલને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાકડીયા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement