હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદમાં બંધ પડેલી AMTS બસને રિપેર કરી રહેલા બે ફોરમેનના આઈસરે ટક્કર મારતા મોત

06:52 PM Jan 27, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ઘોડાસર વિસ્તારમાં નવા ઓવર બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ઘોડાસરના નવા ઓવરબ્રિજ પર બ્રેકડાઉન થયેલી એએમટીએસની બસ રિપેર કરી રહેલા બે ફોરમેન 2 બસ વચ્ચે ચગદાઈ જતાં તેમનાં મોત નીપજ્યાં છે. બ્રિજ પર જ્યારે બંને બસ વચ્ચે ફોરમેન કામ કરી રહ્યા હતા ત્યારે જ પાછળથી એક આઈસરે ટક્કર મારતાં તેમનાં મોત નીપજ્યાં હતાં. ઘટનાના પગલે  એએમટીએસ અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, શહેરના ઘોડાસરમાં આવેલા કેડિલા બ્રિજ પર બ્રેકડાઉન થયેલી બસને લઈ જવા માટે આવેલા AMTSના બે ફોરમેનનાં મોત નીપજ્યાં હતાં. એક બસ બ્રેકડાઉન થઈ હોવાથી એએમટીએસના ફોરમેન ટોઈંગ કરવા આવ્યા હતા. ત્યારે બ્રિજ પર ટોઈંગનો વાયર તૂટી જતાં બંને ફોરમેન રિપેર કરી રહ્યા હતા ત્યારે જ પાછળથી આવેલી આઈસરે એક બસને ટક્કર મારી હતી. એના કારણે બંને બસોની વચ્ચે કામ કરી રહેલા બંને ફોરમેનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘટનાના પગલે ડીસીપી સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળ પહોંચ્યો હતો.

એએમટીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે ઘોડાસર ઓવરબ્રિજ ઉપર થયેલા અકસ્માતમાં બે ફોરમેનનાં મૃત્યુ નીપજ્યાં છે. બંને ફોરમેન એએમટીએસના કર્મચારી નહિ, પરંતુ આદિનાથ બલ્ક કેરિયર નામના ખાનગી બસ ઓપરેટરના કર્મચારી હતા. આ મામલે હાલ AMTS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવની જાણ થતાં બ્રિજ ઉપર લાંબો ટ્રાફિકજામ થતાં એક તરફનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને બીજી તરફ ટ્રાફિકના અધિકારી ત્યાં પહોંચી ગયા હતા.

Advertisement

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આજે સવારે એએમટીએસની બસ અચાનક બગડી જતાં એને રિપેર કરવા માટે પ્રયાસ કરાયો હતો, પરંતુ એ ત્યાં રિપેર ના થતાં એને ટોઈંગ કરીને લઈ જવા માટે બીજી બસને સાથે કનેક્ટ કરવામાં આવી રહી હતી. આ માટે બે કર્મચારીને એ કામ કરવા માટે ત્યાં બોલાવવામાં આવ્યા હતા. બંને બસને જોડવા માટે વચ્ચેની તરફ બે કારીગરો હૃદય આનંદ રામ લક્ષ્મણ યાદવ અને  રોનક દિનેશભાઈ શ્રીમાળી કામ કરી રહ્યા હતા. એ સમયે તેમની પાછળની તરફની બસને એક આઈસર ટ્રકે જોરદાર ટક્કર મારતાં તેઓ જે બસનું કામ કરી રહ્યા હતા એ બંને બસ એકબીજા વચ્ચે ભટકાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે વચ્ચે કામ કરી રહેલા બંને ફોરમેન ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. આ સમગ્ર મામલે ટ્રાફિક વિભાગના ડીસીપી સફીન હસન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે ફરિયાદ નોંધવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે.

 

Advertisement
Tags :
Aajna SamacharAMTSBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharkilled after being hit by an icerLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samachartwo foremanviral news
Advertisement
Next Article