For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

એશિયન પેરા ગેઇમ્સમાં ચંદ્રક વિજેતા બે દિવ્યાંગ ખેલાડીઓને ગુજરાત સરકારની સેવા વર્ગ 1 અને 2માં નિમણૂક અપાશે

11:00 AM Jan 06, 2025 IST | revoi editor
એશિયન પેરા ગેઇમ્સમાં ચંદ્રક વિજેતા બે દિવ્યાંગ ખેલાડીઓને ગુજરાત સરકારની સેવા વર્ગ 1 અને 2માં નિમણૂક અપાશે
Advertisement

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એશિયન પેરા ગેઇમ્સમાં મેડલ મેળવીને દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા બે દિવ્યાંગ ખેલાડીઓ ની વિશેષ સિદ્ધિ ને બિરદાવી તેના ગૌરવ સન્માનરૂપે રાજ્ય સરકારમાં વર્ગ ૧ અને વર્ગ-૨ તરીકે  નિમણૂક આપવાનો સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવ્યો છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અમલી ગુજરાત ખેલકૂદ નીતિ-2016 અન્વયે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવે છે.

Advertisement

તદઅનુસાર, ઓલીમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેઇમ્સમાં મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓને પુરસ્કાર ઉપરાંત રાજ્ય સરકારની વર્ગ ૧ અને વર્ગ-૨ની જગ્યા ઉપર  નિમણૂકની ઓફર પણ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સંદર્ભમાં તાજેતરમાં 2023ની એશિયન પેરા ગેઇમ્સમાં ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ચેસની રમતમા ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત બે દિવ્યાંગ પ્રજ્ઞા ચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.

આ બે દિવ્યાંગ ખેલાડીઓમાં ચોથી એશિયન પેરા ગેમ્સની પુરુષો માટેની ચેસની રમતમાં સુવર્ણ ચંદ્રક વિજેતા દર્પણ સતીશ ઇનાણી અને એ જ રમતોત્સવમાં મહિલાઓ માટેની ચેસમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર સુશ્રી હિમાંશી ભાવેશભાઈ રાઠીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ પ્રજ્ઞા ચક્ષુ  યુવાન દર્પણ સતીશ ઇનાણીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-૧ તરીકે નિમણૂક આપવાની અનુમતિ આપી છે.

Advertisement

આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રજ્ઞા ચક્ષુ હિમાંશી ભાવેશભાઈ રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ ૨ તરીકે નિમણૂક આપવા મંજૂરી આપી છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આવી વિશ્વસ્તરીય રમત ગમતમાં  વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા પ્રતિભા સંપન્ન ખેલાડીઓને રાજ્ય સરકારમાં નિમણૂક આપવાના  અપનાવેલા આ અભિગમ ને પરિણામે વધુ ને વધુ ખેલાડીઓને  ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળશે.

Advertisement
Tags :
Advertisement