For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કચ્છના માંડવીમાં ઢોર ચરાવવા ગયેલા બે બાળકોના તળાવડીમાં ડૂબી જતા મોત

05:46 PM Oct 23, 2024 IST | revoi editor
કચ્છના માંડવીમાં ઢોર ચરાવવા ગયેલા બે બાળકોના તળાવડીમાં ડૂબી જતા મોત
Advertisement
  • બપોરે ઢોર પરત આવી ગયા પણ બન્ને કિશોરો ન આવતા શોધખોળ કરાઈ,
  • ઊંડા ખાડા પાસે ચપ્પલ અને લાકડી દેખાયા બાદ બન્નેના મૃતદેહ બહાર કઢાયા,
  • મોતને ભેટતા બાળકના પિતા બેહોશ થયાહતા.

ભૂજઃ  કચ્છના માંડવીમાં બે માસૂમ બાળકો તલાવડીમાં ડૂબી જતાં બન્નેના મોત નિપજ્યા હતા. મારવાડા પરિવારના બે બાળકો ઢોર ચરાવવા ગયા હતા. ત્યારે  તળાવડીમાં નહાવા પડતા ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું, આ બનાવની જાણ થતાં મૃતક બાળકોના પિતા પણ બેહોશ થયા હતા.

Advertisement

માંડવી શહેરના ન્યૂ મારવાડા વાસમાં રહેતા બે બાળકો 12 વર્ષીય હીરજી મારવાડા તથા 10 વર્ષીય ઓકેશ મનજી મારવાડા ઢોર ચરાવવા માટે માંડવી-નલિયા રોડ પર આવેલા રોયલ વિલા બાજુ ગયા હતા. જોકે, ત્યાં આવેલી તલાવડીમાં બંને બાળકોના ડૂબી જવાથી મોત થતાં સમગ્ર પરિવાર અને ગામમાં ગમગીની છવાઈ હતી. બાળકો ડૂબ્યાના સમાચારથી 10 વર્ષીય મૃતક ઓકેશના પિતા મનજીભાઈ પણ બેહોશ થઈ ગયા હતા.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના કહેવા મુજબ બાળકો ઢોર ચરાવવા માટે ગયા હતા. મોડેથી ઢોર રાબેતા મુજબ પાછા આવી ગયા હતા, પરંતુ બાળકો પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી. ભેંસો જે રસ્તે જતી હોય એ જગ્યાએ તપાસ કરતા તળાવ પાસે બંને બાળકોના ચપ્પલ મળી આવ્યા હતા. આથી આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અને સ્થાનિક તરવૈયાઓ પણ બાળકોને શોધવા માટે તળાવમાં કુદી પડ્યા હતા. બાળકોના મૃતદેહ મળતા પરિવારજનો હતપ્રભ થયા હતા. પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. (પ્રતિકાત્મક તસવીર)

Advertisement

Advertisement
Tags :
Advertisement