For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નડિયાદમાં પીજ રોડ પર બાખડી રહેલા બે આખલાએ અનેક વાહનોને અડફેટે લીધા

04:28 PM Oct 29, 2025 IST | Vinayak Barot
નડિયાદમાં પીજ રોડ પર બાખડી રહેલા બે આખલાએ અનેક વાહનોને અડફેટે લીધા
Advertisement
  • મ્યુનિની પશુ પકડવાની કામગીરી સામે સવાલો ઊઠ્યા,
  • બે આખલા વચ્ચેના યુદ્ધથી રાહદારીઓમાં ભાગદોડ મચી,
  • ઝગડતા આખલાં અથડાતા અનેક વાહનોને થયુ નુકસાન

નડિયાદ: શહેરમાં રખડતા ઢોર અને આખલાઓથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે, છતાંયે મ્યુનિ.કોર્પોરેશનના તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પીજ રોડ પર જાહેર માર્ગ પર બે આખલાઓ બાખડયા હતા. બે આખલા વચ્ચેના દ્વંદ યુદ્ધથી રાહદારીઓ અના વાહનચાલકોના જીવ તાળવે ચોંટયા હતા. આખલાની લડાઈમાં સંખ્યાબંધ વાહનોને નુકસાન થયું હતું.

Advertisement

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ ફરી શરૂ થયો છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલા પીજ રોડ પર  બપોરના સુમારે બે આખલાઓ જાહેરમાં યુદ્ધે ચઢ્યા હતા. પરિણામે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાહદારીઓ અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને  જીવ બચાવવા માટે દોડધામ કરવી પડી હતી. કેટલાક બાઈક સવારો માંડ માંડ આ આખલાઓની અડફેટે આવતા બચ્યા હતા. જાહેર માર્ગ પર આખલા યુદ્ધ જોવા માટે લોકોના ટોળા ઉમટયા હતા. પરિણામે થોડો સમય ટ્રાફિકજામ સર્જાયો હતો. આખલાઓ લડતા લડતા પટેલ સોસાયટી સામે આવેલા ટયુશન ક્લાસની બહાર વિદ્યાર્થીઓની બાઈકો અને સાયકલો સાથે અથડાતા વાહનોને નુકસાન થયું હતું. ઝગડતા આખલાં રોડ પર ઊભેલી એક કાર પર પણ ચઢી જતા નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘટનામાં જાનહાનિ થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પણ બિલોદરા ફાટક પાસે આવી જ રીતે આખલા યુદ્ધની ઘટના સામે આવી હતી.  અગાઉ પણ પશ્ચિમ વિસ્તારમાં રખડતા ઢોરોની ચપેટમાં આવીને નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાના બનાવો નોંધાયા છે. તંત્રની પશુઓ પકડવાની ઢીલી નીતિ સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement