For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મુંબઈ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ભ્રષ્ટાચાર અને છેતરપીંડી કેસમાં બે શખ્સોને ઝડપી લેવાયાં

05:00 PM May 29, 2025 IST | revoi editor
મુંબઈ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ભ્રષ્ટાચાર અને છેતરપીંડી કેસમાં બે શખ્સોને ઝડપી લેવાયાં
Advertisement

મુંબઈઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને ગુરુવારે લોઅર પરેલ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK)માં ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના સંબંધમાં 2 લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક જુનિયર પાસપોર્ટ સહાયક અને એક ખાનગી એજન્ટનો સમાવેશ થાય છે. બન્ને પર નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ જાહેર કરવાનો અને લાંચ લેવાનો આરોપ છે.

Advertisement

CBIના જણાવ્યા અનુસાર, આ મામલો 2023-2024 દરમિયાન પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે પાસપોર્ટ સેવા કેન્દ્રના ઓફિસ સહાયક અને કેટલાક ખાનગી એજન્ટોએ ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. આ કાવતરા હેઠળ, તેઓએ નકલી દસ્તાવેજોના આધારે ઘણા લોકોને પાસપોર્ટ જાહેર કર્યો હતો. 7 અજાણ્યા વ્યક્તિઓએ નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો અને જન્મ પ્રમાણપત્રો જેવા દસ્તાવેજો રજૂ કર્યા હતા. તપાસ દરમિયાન આ બધા દસ્તાવેજો નકલી હોવાનું જાણવા મળ્યું. આ ઉપરાંત, પાસપોર્ટ અરજીઓમાં આપવામાં આવેલા મોબાઇલ નંબર પણ બંધ અથવા અમાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

CBIને જાણવા મળ્યું કે તત્કાલ યોજના હેઠળ જાહેર કરાયેલા ઘણા પાસપોર્ટના પોલીસ વેરિફિકેશનમાં વિસંગતતા હતી. અરજીઓમાં દર્શાવેલ સરનામાં નકલી હતા અને વેરિફિકેશન રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. CBIના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન, આરોપી પાસપોર્ટ અધિકારી અને એજન્ટ વચ્ચે થયેલી વાતચીતમાં એ પણ બહાર આવ્યું હતું કે તેમણે નકલી પાસપોર્ટ જારી કરવા માટે લાંચ લીધી હતી. બન્ને આરોપીઓએ તપાસમાં સહકાર આપ્યો ન હતો જેના કારણે CBIએ તેમની ધરપકડ કરી હતી.

Advertisement

ધરપકડ કરાયેલા આરોપીઓને મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમને 2 જૂન સુધી 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. CBIએ આ કેસમાં અન્ય શંકાસ્પદોની શોધ શરૂ કરી છે અને તપાસ આગળ ધપાવી રહી છે.

Advertisement
Tags :
Advertisement