મિઝોરમમાં 52 કરોડથી વધુના ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયાં
નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ,ડી. આર. આઈ.એ મિઝોરમની બહારના વિસ્તારમાં 52 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું એક કિલોગ્રામ ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરી છે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રકમાં પ્રતિબંધિત નશાકારક ગોળીઓ છુપાવીને લઇ જવાતી હતી. મળેલી માહિતીને આધારે આ ડ્રગ્સ ઝડપી લેવાયું હતું.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડ્રગ્સની દાણચોરી મિઝોરમમાં મ્યાનમારથી ઝોખાવથર સેક્ટર વચ્ચે કરવામાં આવી હતી. ઝડપાયેલા ટ્રકના ડ્રાઈવર અને તેના સહાયકની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને વધુ પૂછરપરછ થઇ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મિઝોરમના આઈઝોલની બહાર એક ટ્રકને અટકાવ્યો અને 52.67 કિલો મેથામ્ફેટામાઇન ગોળીઓ જપ્ત કરી, જેની કિંમત આંતરરાષ્ટ્રીય ડ્રગ બજારમાં 52.67 કરોડ રૂપિયા છે. ટ્રકના ડ્રાઇવર અને તેના સહાયકની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ સૂચવે છે કે ડ્રગ્સ મ્યાનમારથી ઝોખાવથર સેક્ટર દ્વારા મિઝોરમમાં દાણચોરી કરવામાં આવ્યા હતા.