ટ્રમ્પે રશિયન ઓઈલ અને ટેરિફ વિવાદ વચ્ચે ફરી એકવાર નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી
- વેપાર કરાર ઉપર ઝડપથી હસ્તાક્ષર થશે
- ટ્રમ્પે નરેન્દ્ર મોદીને મજબુત નેતા ગણાવ્યાં
- આયાત શુલ્કને અમેરિકાની તાકાત દર્શાવી
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે રશિયન ઓઈલ તથા ટેરિફ મામલે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ દક્ષિયા કોરિયામાં એશિયા-પ્રશાંત આર્થિક સહયોગ(એપીઈસી) સંમેલનમાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી શાનદાર દેખાવ ધરાવનાર વ્યક્તિ કહ્યાં હતા. તેમજ તેઓ પિતા સમાન છે, ટ્રમ્પએ કહ્યું કે, પીએમ મોદી વિશેષ છે અને ખુબ મજબુત નેતા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારતના ઓપરેશન સિંદુરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ચર્ચા દરમિયાન એક તબક્કે પીએમ મોદીએ કહ્યું હતું કે, અમે લડતા રહીશું. ટ્રમ્પે દાવો કર્યો કે, બે દિવસ બાદ ભારતે અમેરિકાને ફોન કર્યો હતો, અને પોતાનું વલણમાં નરમાઈ દેખાડી હતી.
ટ્રમ્પએ ભારત સાથે ઝડપથી વ્યાપાર કરાર થવાનો સંકેત પ્યો છે. તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે ઝડપથી વ્યાપાર કરાર ઉપર હસ્તાક્ષર કરશે. જો કે, તેમણે આયાત શુલ્કને અમેરિકાની તાકાત તરીકે દર્શાવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલા જાપાનમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને રોકાવવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે થયેલા સંઘર્ષમાં સાત નવા સુંદર વિમાન તોડી પાડવામાં આવ્યાં હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તેમણે વેપાર મારફતે બંને દેશો વચ્ચે તણાવ ખતમ કરાવ્યો હતો. ભારત મિત્ર દેશ રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રુડ ઓઈલની ખરીદી કરે છે. જેનાથી નારાજ ટ્રમ્પે ભારત સામે ટેરિફનો કોરડો વિંઝ્યો હતો.