For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમરેલી નજીક સિંહણને અડફેટે લઈને મોત નિપજાવનારો ટ્રક ડ્રાઈવર પકડાયો

02:34 PM Apr 27, 2025 IST | revoi editor
અમરેલી નજીક સિંહણને અડફેટે લઈને મોત નિપજાવનારો ટ્રક ડ્રાઈવર પકડાયો
Advertisement
  • દેવળિયા ગામ પાસે સિંહણને અડફેટે લઈને આજાણ્યુ વાહન નાસી ગયું હતું
  • વન વિભાગે સીસીટીવીના કૂટેજ મેળવીને ટ્રકની ભાળ મેળવી હતી
  • ટ્રકચાલક ગોંડલથી ડુંગળી ભરીને પૂરફાટ ઝડપે ટ્રક ચલાવીને જતો હતો

અમરેલીઃ શહેર નજીક આવેલા દેવળિયા ગામ પાસે હાઈવે પર તાજેતરમાં રાતના સમયે કોઈ અજાણ્યા વાહનની અડફેટે સિંહણનું મોત નિપજ્યું હતું. અજાણ્યા વહનનો ચાલક સિંહણને ટક્કર મારીને વાહન સાથે પલાયન થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં વન વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા. અને અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી હતી. વન કર્મીઓએ હાઈવે હોટલો અને આસપાસના વિસ્તારમાં 40થી વધુ CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. અને સિંહણને અડફેટે લેનારા ટ્રકચાલકને ઝડપી લીધો હતો. વનવિભાગે આરોપી ટ્રકચાલક રાજેશ પડારીયાની ધરપકડ કરી છે.

Advertisement

અમરેલી જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. રાતના સમયે સિંહ કે સિંહણ શિકારની શોધમાં હાઈવે પર કે ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા મારતા હોય છે. ત્યારે અમરેલી નજીક દેવળીયા ગામ નજીક શેત્રુંજી પુલ પાસે એક સિંહણની કોઈ વાહને કચડી મારી હતી. સિંહણના મૃત્યુના કેસમાં વનવિભાગને મોટી સફળતા મળી છે. વનવિભાગે આરોપી ટ્રકચાલક રાજેશ પડારીયાની ધરપકડ કરી છે. આ ઘટના તારીખ 24ના રોજ વહેલી સવારે બની હતી. આરોપી ડુંગળી ભરેલો ટ્રક લઈને ગોંડલથી મહુવા જઈ રહ્યો હતો. વનવિભાગે ત્રણ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન 40થી વધુ CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી તાલુકાના દેવળીયા ગામના પાટિયાથી શેત્રુંજી પુલ વચ્ચે 24 એપ્રિલે વહેલી સવારે સિંહણને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી નાસી છૂટ્યા બાદ લીલીયા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી પ્રથમ સિંહણનો મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. પીએમ બાદ વનવિભાગએ અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી હતી હાઇવે ઉપર અલગ પેટ્રોલપંપ, નેત્રમ,સહિત કુલ 40 કરતા વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી, નંબરના આધારે રજિસ્ટ્રેશન નંબરની ચકાસણી કરી વાહન માલિક સુધી વનવિભાગની શોધખોળ ચાલતી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ ડુંગળી ભરેલા ટ્રક GJ 03 BT 7795 માલિક ધાર્મિષ્ઠાબેન ભરતભાઇ ક્લોલા નામનો ટ્રક રજિસ્ટ્રેશન હતો, તેના આધારે પૂછપરછ દરમિયાન ટ્રક કુંકાવાવ રોડ ઉપર હતો, જેનો ડ્રાઈવર રાજેશ પડારીયાની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી. સિંહણ અકસ્માતની ઘટનામાં લીલીયા રેન્જના આર.એફ.ઓ.ભરત ગલાણીની ટીમ દ્વારા ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ટ્રક ચાલક ડુંગળી ભરી ગોંડલથી મહુવા જતા સમયે વહેલી સવારે સિંહણ સાથે અકસ્માત કરી ટ્રક ચલાક ફરાર થયો હતો વનવિભાગએ સીસીટીવી કેમેરાના આધારે ટ્રક ચાલકને દબોસી લઈ પૂછ પરછ કરતા કબૂલાત આપી અને ટ્રકના ટાયરમાં સિંહણની રૂંવાટી બ્લડ જોવા મળ્યા હતા.

Advertisement

આ અંગે શેત્રુંજી ડિવિઝન એ.સી.એફ.વિરલસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, 24 એપ્રિલે સાવરકુંડલા જતાં હાઇવે ઉપર સિંહણનું મૃત્યુ થયું હતું, જેમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં એક ટ્રક દ્વારા પુરપાટ સ્પીડ ચલાવી મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે, જેથી ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. અલગ અલગ 3 ટીમો બનાવી હતી. સ્ટાફ દ્વારા તમામ સીસીટીવીની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં આ ટ્રક દ્વારા સિંહણનું મૃત્યુ નિપજાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement