For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બાંગ્લાદેશ પર ત્રિપુરાનું રૂ. 200 કરોડનું વિજબીલ બાકી, વિજ સપ્લાય બંધ કરાશે

10:00 PM Dec 24, 2024 IST | revoi editor
બાંગ્લાદેશ પર ત્રિપુરાનું રૂ  200 કરોડનું વિજબીલ બાકી  વિજ સપ્લાય બંધ કરાશે
Advertisement

બાંગ્લાદેશ પર ત્રિપુરાનું 200 કરોડ રૂપિયાનું વીજળી બિલ બાકી છે. રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું કે પાડોશી દેશને વીજ પુરવઠો બંધ કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્રિપુરા સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, NTPC ઇલેક્ટ્રિસિટી ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા, પાડોશી દેશને 60-70 મેગાવોટ વીજળી સપ્લાય કરે છે. આ માટે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ સાથે કરાર કરવામાં આવ્યો છે.

Advertisement

સીએમ સાહાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, “બાંગ્લાદેશે અમને વીજ પુરવઠા માટે લગભગ 200 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. બાકીની રકમ દરરોજ વધી રહી છે. અમે આશા રાખીએ છીએ કે તેઓ તેમના લેણાં ચૂકવશે જેથી વીજ પુરવઠો ખોરવાય નહીં.” જો ઢાકા બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો ત્રિપુરા સરકાર વીજ પુરવઠો બંધ કરશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા મુખ્યમંત્રીએ કહ્યું કે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે ત્રિપુરામાં પાવર જનરેશન પ્લાન્ટ્સ સ્થાપવા માટે ઘણી મશીનરી બાંગ્લાદેશી ક્ષેત્રમાંથી અથવા ચિત્તાગોંગ બંદર દ્વારા લાવવામાં આવી હતી. તેથી, ત્રિપુરા સરકારે સમજૂતી બાદ દેશમાં વીજળીનો પુરવઠો શરૂ કર્યો. "પરંતુ, મને ખબર નથી કે જો બાંગ્લાદેશ તેઓ બાકી ચૂકવણી નહીં કરે તો અમે કેટલા સમય સુધી વીજળીનો પુરવઠો ચાલુ રાખી શકીશું," તેમ તેમણે કહ્યું હતું.

ત્રિપુરાએ માર્ચ 2016માં બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. દક્ષિણ ત્રિપુરામાં પલટાણા ખાતે 726 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા સાથે સરકારી માલિકીની ONGC ત્રિપુરા પાવર કંપની (OTPC) ગેસ આધારિત પાવર પ્લાન્ટમાં વીજળીનું ઉત્પાદન થાય છે. બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે તેમણે કહ્યું, “અમે સરહદ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. જો કે, ઓગસ્ટમાં તે દેશમાં હાલની અશાંતિ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી બાંગ્લાદેશમાંથી કોઈ મોટો પ્રવાહ આવ્યો નથી.

Advertisement

ત્રિપુરા ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમમાં બાંગ્લાદેશથી ઘેરાયેલું છે અને તેની આંતરરાષ્ટ્રીય સરહદની લંબાઈ 856 કિલોમીટર છે, જે તેની કુલ સરહદના 84 ટકા છે. અગરતલામાં બાંગ્લાદેશ સહાયક હાઈ કમિશનમાં તાજેતરમાં થયેલા સુરક્ષા ભંગ અંગે ટિપ્પણી કરતા, મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓએ આ મામલે કડક પગલાં લીધા છે અને ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement