For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરાના વાઘોડિયા બ્રિજ પર ત્રિપલ અકસ્માત, કન્ટેનર ચાલકનું રેસ્ક્યુ કરાયું

03:19 PM Nov 26, 2024 IST | revoi editor
વડોદરાના વાઘોડિયા બ્રિજ પર ત્રિપલ અકસ્માત  કન્ટેનર ચાલકનું રેસ્ક્યુ કરાયું
Advertisement
  • વાઘોડિયા બ્રિજ પર બે કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો,
  • કન્ટેનરનો ચાલક કેબીનમાં ફસાતા ફાયર બ્રિગેડે પતરા કાપીને બચાવ્યો,
  • અકસ્માતને લીધે ટ્રાફિક જામ થયો

Advertisement

વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ શહેર નજીક હાઈવે પર કાર પર કન્ટેનરએ પલટી ખાતા કારમાં બેઠેલા 4 પ્રવાસી દબાયા હતા. આ બનાવ હજુ તાજો છે, ત્યાં શહેરના વાઘોડિયા બ્રિજ પર બે કન્ટેનર અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ મૃત્યુ થયુ નથી પણ એક કન્ટેનરનો ડ્રાઈવર કેબીનમાં ફસાઈ જતાં તેના કેબીનમાં પતરા કાપીને બહાર કઢાયો હતો.

વડોદરા શહેર પાસેથી પસાર થતાં હાઇ-વે પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કન્ટેનર અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં કન્ટેનરનો ચાલક કન્ટેનરની કેબીનમાં ફસાયાની જાણ થતાં જ  ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચાલકનું રેસ્ક્યુ કરી અને ચાલકને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

Advertisement

વડોદરા નજીકથી પસાર થતા હાઇ-વે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. બે દિવસ અગાઉ જ એક કાર પર કન્ટેનર પડતા ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે આજે ફરી એકવાર વાઘોડિયા બ્રિજ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે કન્ટેનર અને એક બ્રિઝા કાર એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં એક કન્ટેનરચાલક ફસાઈ ગયો હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો અને  ફાયરના જવાનોએ અકસ્માત સ્થળે દોડી જઈને રેસ્ક્યુ કરીને કન્ટેનરની કેબીનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો.

આ અકસ્માતના બનાવની જાણ થતાં જ  કપુરાઇ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સદ્દનસીબે આ સમગ્ર ઘટનામાં મોટી જાનહાની ટળી છે. આ બનાવ અંગે પાણીગેટ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, વડોદરા ફાયર કંટ્રોલરૂમમાં કોલ મળ્યો હતો કે હાઈ-વે પર વાઘોડિયા બ્રિજ પર અકસ્માત સર્જાયો છે. ઘટના સ્થળે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ અધિકારીઓ સાધનો સાથે પહોંચી ગયા હતા. સ્થળ પર આવીને જોયુ તો એક કાર હતી અને બે કન્ટેનર હતાં. વચ્ચેના કન્ટેનરના ડ્રાઇવર ફસાયા હતા, તેઓને સહી સલામત બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisement
Tags :
Advertisement