For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જામનગર-ખંભાળિયા હાઇવે પર બે લકઝરી બસ અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત

05:50 PM Dec 26, 2024 IST | revoi editor
જામનગર ખંભાળિયા હાઇવે પર બે લકઝરી બસ અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત
Advertisement
  • સરમત ગામના પાટિયા પાસે વહેલી સવારે સર્જાયો અકસ્માત,
  • બે બસ વચ્ચે કાર ફસાતા ત્રણ પ્રવાસીઓને ઈજા,
  • અકસ્માતને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો

જામનગરઃ દ્વારકા-જામનગર હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ખંભાળિયા નજીક સરમક પાટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ખંભાળિયા હાઈવે પર  વહેલી સવારે સરમત ગામના પાટીયા પાસે બે ખાનગી લક્ઝરી બસ તેમજ બોલેરો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બોલેરો કારની અંદર બેઠેલી ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી, અને તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી જવા દેવાયા હતા.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળે છે કે, જામનગરથી મોટી ખાવડી તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ કે જેના ચાલકે એકાએક બ્રેક મારતાં તેની પાછળ આવી રહેલી બોલેરો કાર ધડાકાભેર બસની સાથે ટકરાઈ ગઈ હતી. ત્યારબાદ પાછળ આવી રહેલી બીજી ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર બોલેરો સાથે ટકરાતાં બોલેરો સેન્ડવીચ બની ગઈ હતી. આ અકસ્માતને લઈને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે લક્ઝરી બસમાં બેઠેલા કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી, અને તમામ મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા. જે લોકો બીજા વાહનો મારફતે પોતાના કામ ધંધા તરફ રવાના થયા હતા.

આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો, અને આશરે 45 મિનિટની જહેમત લઈને ટ્રાફિક જામને હળવો કરીને વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. વહેલી સવારે મોટી ખાવડી સહિતની જુદી જુદી ખાનગી કંપનીઓમાં અથવા તો અન્ય ધંધાના સ્થળે જઈ રહેલા લોકો ફસાયા હતા, અને થોડો સમય માટે દેકરો બોલી ગયો હતો. પરંતુ મોડેથી ધીમે ધીમે ટ્રાફિકને પૂર્વવત બનાવી દીધો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement