હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગાંધીનગરમાં મેટ્રો રેલનું સચિવાલયથી મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન

11:36 AM Oct 03, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગાંધીનગરમાં મેટ્રો રેલના ટ્રાયલ રનને સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું છે. આ ટ્રાયલ રન સચિવાલયથી શરૂ થઈને રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં ગાંધીનગર મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે અને આ પ્રોજેક્ટ શહેરના નાગરિકો માટે આરામદાયક, સલામત અને પ્રદૂષણમુક્ત પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવશે.

Advertisement

ગાંધીનગર મેટ્રો રેલના હાલમાં સચિવાલય સુધી ચાલતા ટ્રાયલ રનને વિસ્તારીને વધુ પાંચ સ્ટેશનો—અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ શરૂ કરવામાં આવ્યા છે. આ નવા સ્ટેશનોની જોડાણ સાથે નાગરિકોને નૂતન વર્ષના આરંભમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સંપૂર્ણ સુવિધા પ્રાપ્ત થશે.

ટ્રાયલ રન પૂર્ણ થયા પછી, કમિશનર મેટ્રો રેલ સેફ્ટી (CMRS) સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે. આ મંજૂરી મેળવ્યા બાદ, મેટ્રો રેલની નિયમિત સર્વિસ શરૂ કરી નાગરિકોને ઝડપી અને આરામદાયક મુસાફરી ઉપલબ્ધ કરાવાશે.

Advertisement

આ યોજનાથી અમદાવાદ-ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પર 53 સ્ટેશનો મેટ્રો રેલની સુવિધા સાથે જોડાશે. તે શહેરના પ્રવાસીઓને માત્ર ઝડપથી અને આરામદાયક મુસાફરી જ નહીં, પણ પરિવહનમાં પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે. મેટ્રો રેલના મારફતે નાગરિકોને ટ્રાફિક જેમલવાની સમસ્યા ઘટશે અને શહેરમાં પરિવહન વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, મેટ્રો રેલની કામગીરી લોકોને આરામદાયક, સલામત અને અસરકારક પરિવહન સુવિધા પૂરી પાડવામાં સહાયરૂપ થશે. આ પ્રોજેક્ટની સફળતા શહેરના મેટ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને આગામી સમયમાં નાગરિકોને વધુ સુવિધાઓ સાથે મેટ્રો યાત્રાનો લાભ મળવાનું છે. ગાંધીનગર મેટ્રો રેલનો આ પ્રોજેક્ટ રાજ્યના પરિવહન ક્ષેત્રમાં એક નવું માનક સ્થાપિત કરશે અને શહેરના નાગરિકોને ટેક્નોલોજી આધારિત આરામદાયક મુસાફરીની સુવિધા પૂરી પાડશે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGandhinagarGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya Samacharmahatma mandirMajor NEWSMetro railMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSecretariatTaja SamacharTrial runviral news
Advertisement
Next Article