હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદ શહેરમાં 12 વર્ષ બાદ વૃક્ષોની ગણતરી, ગુગલ મેપથી ડેટા તૈયાર કરાશે

05:09 PM Mar 27, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે ઉનાળામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ક્રોક્રેટના જંગલ સમા હાઈરાઈઝ બિલ્ડિંગોની સંખ્યા વધતા સામે ગ્રીન કવર વિસ્તારમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. વિકાસના નામે આડેધડ વૃક્ષછેદન થઈ રહ્યું છે. ત્યારે શહેરમાં વૃક્ષોની સંખ્યા કેટલી છે, તેની છેલ્લા 12 વર્ષથી કોઆ ગણતરી કરવામાં આવી નથી. હવે મ્યુનિ.કોર્પોરેશને શહેરમાં વૃક્ષોની ગણતરી માટે એક ખાનગી એજન્સીને કામ સોંપતા વૃક્ષોની ગણતરીનો પ્રારંભ કરાયો છે.

Advertisement

અમદાવાદ શહેરનો રોકેટગતિએ વિકાસ થઈ રહ્યો છે. શહેરની વસતીની સાથે સાથે વિસ્તાર પણ વધી રહ્યો છે. સ્વભાવિક રીતે વિસ્તાર વધવાના કારણે વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વનવિભાગ વૃક્ષારોપણથી નવા વૃક્ષોની વાવેતર કરતું રહે છે. શહેરમાં છેલ્લે 2012માં વૃક્ષોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે વૃક્ષોની સંખ્યા 6,18,000 નોંધાઇ હતી. ત્યારબાદ હવે ગ્રીન કવર જાણવા માટે 2025માં હૈયાત વૃક્ષોની ગણતરી કરવામાં આવી રહી છે. શહેરમાં વૃક્ષોની ગણતરી માટે એએમસીએ એક એજન્સીને કામ સોંપ્યું છે. જેના દ્વારા GIS (ગ્લોબલ ઈન્ફોર્મેશન સિસ્ટમ) અને GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)ની મદદથી ગણતરી શરૂ કરવામાં આવી છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 90 હજાર વૃક્ષોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. એજન્સી દ્વારા ફક્ત વૃક્ષોની ગણતરી નહીં પણ વૃક્ષનું નામ, ઊંચાઈ, જાડાઈ સહિત ગૂગલ મેપના લોકેશન સાથે વિગત એકત્ર કરવામાં આવી રહી છે

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ખાનગી એજન્સી દ્વારા વૃક્ષોની ગણતરી કરવામાં આવી રહી છે. એક વૃક્ષની ગણતરી કરતાં ઓછામાં ઓછો બે થી ત્રણ મિનિટનો સમય લાગે છે અને રોજના 1000થી વધારે વૃક્ષોની ગણતરી કરવામાં આવી રહી છે. સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની AMC TREE CENSUS એપ્લિકેશનમાં જે વૃક્ષની ગણતરી કરવામાં આવી રહી છે તેનો વિસ્તાર ગૂગલ મેપ વડે તપાસવામાં આવે છે. જે જગ્યા પર વૃક્ષો આવેલા છે તેનું લોકેશન તપાસવામાં આવે છે. લોકેશન નક્કી કર્યા બાદ એપ્લિકેશનમાં કઈ જાતનું કયું વૃક્ષ છે તેનું નામ લખાય છે. ઝાડનું નામ લખ્યા બાદ તેનું લોકેશન નાખવામાં આવે છે. એપ્લિકેશનમાં આ વિગત ભર્યા બાદ કર્મચારી દ્વારા વૃક્ષની જાડાઈ કેટલી છે તે માપવામાં આવે છે જેમાં 137 સેન્ટિમીટરથી ઉપર વૃક્ષની જાડાઈ માપવામાં આવે છે. ત્યારબાદ તેની ઊંચાઈ માપવામાં આવે છે જેનો અંદાજ મેળવવામાં આવે છે 137 સેન્ટિમીટરથી ઉપર માપી અને તેને કેટલા મીટર સુધી ઊંચું હશે તે રીતે અંદાજિત તેની વિગત લઈને એપ્લિકેશનમાં ઉમેરવામાં આવે છે. જાડાઈને ઊંચાઈ માપ્યા બાદ તેને એપ્લિકેશનમાં લખી વૃક્ષનો કેટલો ફેલાવો છે, કેટલા મીટર સુધી ફેલાયેલું છે, તેમજ હાલમાં પરિસ્થિતિ કેવી છે એટલે કે વૃક્ષ નમેલી હાલતમાં છે કે સીધું છે તેની વિગત લખવામાં આવે છે. ત્યારબાદ ઝાડ કોઈ દીવાલ પર આવેલું છે તેને કાપી નાખવામાં આવ્યું છે કે પછી તેમાં કોઈ રોગ થયેલો છે કે નહીં તે તમામ અંગેની વિગતો મેળવી અને તેને એપ્લિકેશનમાં ઉમેરવામાં આવે છે. ત્યારબાદ વૃક્ષથી બીજા વૃક્ષનું અંતર કેટલું છે તેની માહિતી મેળવવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharahmedabadBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samachartree countingviral news
Advertisement
Next Article