હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

રેલવે ટ્રેક પર પડેલી ક્રેન હટાવી દીધા બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર શરૂ કરાયો

05:00 PM Mar 25, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેર નજીક અમદાવાદ-મુંબઈ રેલવે લાઈન નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરી દરમિયાન રવિવારે રાત્રે 600 ટનની જમ્બોજેટ ક્રેન રેલવે ટ્રેક પર તૂટી પડી હતી. તેના લીધે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો હતો.  ક્રેન દુર્ઘટનાને પગલે નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ક્રેનને ઉતારવાની અને રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના 300 શ્રમિકોની મદદથી ધરાશાયી થયેલી ક્રેનને ઉતારી લેવામાં આવી હતી. 750 ટનની એક ક્રેન અને 500 ટનની બે તેમજ 130 ટનની એક ક્રેનની મદદથી આ ક્રેનને ઉતારવામાં આવી હતી. ક્રેનને ઉતારી લેવાની કામગીરી મોડીરાત્રે પૂર્ણ કર્યા બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર પૂર્વવત બન્યો છે.

Advertisement

પશ્વિમ રેલવેના સૂત્રોના જમાવ્યા મુજબ આજે મંગળવારે વહેલી સવારે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના કર્મચારીઓએ રેલવે ટ્રેક અને ઇલેક્ટ્રિક ઓવર હેડ વાયર રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી વહેલી સવારે છ વાગ્યાથી અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર પૂર્વવત્ કરી દીધો છે એટલે કે 30 કલાક બાદ ભારતના સૌથી વ્યસ્ત રેલવે રૂટ પર ફરી એકવાર વાર ટ્રેન વ્યવહાર શરૂ થઈ ગયો હતો.

અમદાવાદ-મુંબઈ રેલ લાઈન નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે રવિવારે રાતે બુલેટ ટ્રેન પ્રજેક્ટના બ્રિજના પિલ્લર પરથી મહાકાય ક્રેન નીચે રેલવે ટ્રેક પર ખાબકી હતી. સદભાગ્યે ક્રેન તૂટ્યાની 15 મિનિટ પહેલાં જ તેજસ ટ્રેન પસાર થઈ હતી, અને ગુડ્સ ટ્રેન સિગ્નલની રાહ જોતી હતી જો તેને સિગ્નલ મળ્યું હોત તો બીજી મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પણ આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.

Advertisement

સૂત્રોના કહેવા મુજબ વટવા રોપડા બ્રિજની બાજુમાં બુલેટ ટ્રેનના પિલર પર વાયડક્ટ ફિટ કર્યા બાદ પાછી ફરી રહેલી ગેન્ટ્રી નીચે પડી ગઈ હતી. વધુમાં આ ગેન્ટ્રી પડી જવાના કારણે ઓએચઈ વાયર તૂટી જતા વીજ સપ્લાઈ ટ્રીપ થઈ ગયો હતો. તેજસ એક્સપ્રેસ પસાર થયા પછી ગેરતપુર નજીક આજ ટ્રેક પર અન્ય એક ગુડ્સ ટ્રેન વટવા તરફ આવવા માટે સિગ્નલની રાહ જોઈ રહી હતી. જો ભૂલથી પણ આ ટ્રેનને સિગ્નલ મળી ગયું હોત તો આ ગુડ્સ ટ્રેન ગેન્ટ્રી સાથે અથડાઈ હોત અને બીજી મોટી દુર્ઘટના પણ સર્જાઈ હોત. આ ઘટનાની જાણ થતાં હાઈસ્પીડના તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ મોડી રાત્રે જ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. તેમણે પિલર ઉપરથી નીચે પડી ગયેલી લગભગ 140-140 મેટ્રિક ટન વજનની બન્ને ગેન્ટ્રીને હટાવવા માટે રાત્રે જ 500-500 મેટ્રિક ટનની ક્ષમતાની બે હેવી ક્રેઈન મંગાવી હતી. આ ક્રેઈનોને 24 માર્ચને સોમવારે સવારે ટ્રેકની બાજુમાં ગોઠવી કર્મચારીઓએ પડી ગયેલી ગ્રેન્ટ્રીને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. બપોરે ક્રેઈનની મદદથી ગેન્ટ્રી પિલર ઉપરથી ઊંચકવાની કામગીરી કરતી વખતે ક્રેઈનનું બેલન્સ જળવાતું ન હતું. જેના પગલે આ ક્રેઈનને હટાવી 750 મેટ્રિક ટનની બીજી ક્રેઈન મંગાવી હતી. સાંજે લગભગ 6 વાગ્યા બાદ આ ક્રેઈનની મદદથી ગેન્ટ્રી હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. રાતે 9 વાગ્યા સુધીમાં એક ગેન્ટ્રી હટાવી દેવાઈ હતી. બીજી ગેન્ટ્રી મોડી રાત્રે હટાવી દેવાઈ હતી. બાદમાં આજે વહેલી સવારે હેડ વાયર રિપેરિંગની કામગીરી પૂર્ણ થતાં રેલવે વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Aajna SamacharAhmedabad-Mumbai train service resumesBreaking News GujaratiCrane removed from railway trackGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article