હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર સિંહ-સિંહણ બચ્ચા સહિત 5ને ટ્રેનના પાયલોટે બચાવ્યાં

05:21 PM Dec 16, 2024 IST | revoi editor
Advertisement

અમરેલીઃ ભાવનગર ડિવિઝન હેઠળ આવતા રાજુલા અને પીપાવાવના રેલવે ટ્રેક પર અવાર-નવાર સિંહ આંટાફેરા મારતા હોય છે. ટ્રેનની અડફેટે સિંહ ન આવે તે માટે ટ્રેનના લોકો પાયલોટ તેમજ વન વિભાગના ટ્રેકરો વિશેષ દેખરેખ રાખતા હોય છે. દરમિયાન પીપાવાવ રેલવે ટ્રેક પર સિંહ-સિંહણ અને તેના બચ્ચા સહિત 5 સિંહનો પરિવાર બેઠો હતો ત્યારે જ ગુડઝ ટ્રેન આવી હતી. ટ્રેનના લોકો પાયલટને ટ્રેક પર સિંહ બેઠેલાની જાણ થતાં જ ઈમરજન્સી બ્રેક મારીને ટ્રેનને રોકી દીધી હતી. અને આ બનાવની જાણ થતાં વન વિભાગના ટ્રેકરો દોડી આવ્યા હતા. અને રેલવે ટ્રેક પરથી સિંહ પરિવારને દુર ખદેડીને ટ્રેનને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું.

Advertisement

જિલ્લા રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાયલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 104 સિંહોના જીવ બચાવાયા છે.

ભાવનગર ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, માશૂક અહમદના જણાવ્યા મુજબ ગઈ તા.15 ડિસેમ્બર 2024 એટલે કે રવિવારના રોજ લોકો પાયલોટ ધવલભાઈ પી. (મુખ્ય મથક-સુરેન્દ્રનગર)એ કિમી 22/14-22/15 વચ્ચે રાજુલા સિટી-પીપાવાવ સેક્શનમાં 5 સિંહોને રેલવે ટ્રેક પાર કરતા જોયા હતા. તેમણે તરત જ ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવીને હાપાથી પીપાવાવ પોર્ટ તરફ જતી માલગાડીને રોકી દીધી હતી. ત્યારબાદ આ ઘટના સંદર્ભે ટ્રેન મેનેજર (ગાર્ડ) લોકેશ સાહ (હેડક્વાર્ટર-બોટાદ) ને લોકો પાયલોટ દ્વારા જાણ કરવામાં આવી હતી. દરમિયાન ફોરેસ્ટ ગાર્ડે ઘટનાસ્થળે પહોંચીને તમામ સ્થિતિ સામાન્ય જણાતાં ટ્રેનને પ્રસ્થાનનો સંકેત આપ્યો અને ત્યારબાદ લોકો પાયલટ દ્વારા ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.

Advertisement

આ ઉપરાંત લોકો પાયલોટ સુનીલ પંડિત (મુખ્ય મથક-જૂનાગઢ)ને ચલાલા-ધારી સેક્શનમાં કિ.મી. 53/2-53/3 વચ્ચે એક સિંહણ બે બચ્ચા સાથે રેલવે ટ્રેક ક્રોસ કરતી જોવા મળી હતી. ઘટનાની ગંભીરતાને સમજતા લોકો પાયલોટ દ્વારા પેસેન્જર ટ્રેન નંબર 09292 અમરેલી-વેરાવળને ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેન મેનેજર (ગાર્ડ) વિદ્યાનંદ કુમાર (મુખ્યમથક-જૂનાગઢ) ને લોકો પાઇલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફોરેસ્ટ ગાર્ડ થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે તેમણે જોયું કે, સિંહો રેલવે ટ્રેક પરથી દૂર હટી ગયા છે ત્યારપછી જ્યારે તમામ સ્થિતિ સામાન્ય જણાતા ફોરેસ્ટ ગાર્ડ દ્વારા લોકો પાયલોટને આગળ વધવાની માહિતી આપવામાં આવી હતી. ડિપાર્ચર સિગ્નલ મળ્યા બાદ, ટ્રેનને લોકો પાયલોટ દ્વારા ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilion cubslocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsRajula railway trackrescued by train pilotSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article