For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

લ્યો બોલો, ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેનારા બાઈકચાલકને 10 લાખનું ઈ-ચલણ ફટકાર્યુ

05:58 PM Mar 26, 2025 IST | revoi editor
લ્યો બોલો  ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેનારા બાઈકચાલકને 10 લાખનું ઈ ચલણ ફટકાર્યુ
Advertisement
  • 11 મહિનાથી યુવક પોલીસ અને કોર્ટના ધક્કા ખાય છે પણ ઉકેલ આવતો નથી
  • 11મી એપ્રીલ 2024માં યુવકના મોબાઈલ પર ટ્રાફિકભંગના ગુનાનો મેસેજ મળ્યો હતો
  • ટ્રાફિક પોલીસ કહે છે, હવે આ કેસનો કોર્ટ દ્વારા જ ઉકેલ આવશે

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ માટે વાહનચાલકોને આ-મેમો ફટકારવામાં આવી રહ્યો છે. ઘણીવાર ટ્રાફિક પોલીસની ભૂલને કારણે વાહનચાલકને સહન કરવું પડતું હોય છે. ત્યારે શહેરના વસ્ત્રાલમાં રહેતા એક બાઈકચાલક યુવાનને હેલ્મેટ ન પહેરવા માટે રૂપિયા 10 લાખનો ઈ-મેમો મળતા યુવક છેલ્લા 11 મહિનાથી પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાય રહ્યો છે. ટ્રાફિક પોલીસ કહી રહી છે કે, આ મામલો કાર્ટમાં હોવાથી હવે કોર્ટ દ્વારા જ તેનો ઉકેલ આવશે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો યુવકને હેલમેટ નહીં પહેરવા બદલ ટ્રાફિક પોલીસે રૂ.10 લાખનો મેમો ફટકાર્યો હતો. 22 વર્ષીય અનિલ હડિયા પાનનો ગલ્લો ચલાવે છે. ગઈ તા. 11 એપ્રિલ 2024ના રોજ શાંતિપુરાથી ટુવ્હીલર લઈને જતો હતો ત્યારે ટ્રાફિક પોલીસે ઊભો રાખી લાઈસન્સ માગ્યું હતું. જે લાઈસન્સનો પોલીસે ફોટો પાડી લીધો હતો. ત્યાંથી થોડે દૂર થતાં જ તેના મોબાઇલ પર ટ્રાફિકના નિયમના ભંગ બદલ મેમાનો મેસેજ આવ્યો હતો. યુવકનું કહેવું છે કે, એ વખતે મને ટ્રાફિક પોલીસે મેમા અંગે વાત કરી નહોતી. અને મને કાંઇ કીધુ નહોતું. જો તેમણે મને એ વખતે જ જાણ કરી હતો તો હું ત્યાં જ દંડ ભરી દેતો. જેથી કરીને છેલ્લા 11 મહિનાથી હું કોર્ટ અને પોલીસ કચેરીઓના ધક્કા ખાઇ રહ્યો છું. તે મારે ખાવા ના પડત અને હાલાકીમાંથી છૂટકારો મળત. આ મેમોને લઇને ઘી કાંટા સ્થિત ટ્રાફિકની વર્ચ્યુઅલ કોર્ટમાં ગયો હતો પણ કોઇ જવાબ મળતો નથી. ટ્રાફિક પોલીસ અને પોલીસ કમિશનર કચેરીએ અનેક ધક્કા ખાવા છતાં મેમોનો કોઇ નિકાલ આવતો નથી. જેના કારણે હું અને મારો પરિવાર સતત ચિંતામાં રહીએ છીએ. અનિલ તેના પિતા સાથે પોલીસ કમિશનરની કચેરીએ ગયો હતો. પોલીસ કમિશનર મળ્યા નહોતા પરંતુ તેમની જગ્યાએ ટ્રાફિકના મેમો અંગેનું કામગીરી કરતા અધિકારી મળ્યા હતાં. એમણે કહેલું કે, આટલી મોટી રકમનો દંડ ના આવે પરંતુ તમારો મામલો કોર્ટમાં ગયો છે. એટલે તમારે કોર્ટમાં જવું પડશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement