હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

રાજકોટમાં મ્યુનિ, અને સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ

05:25 PM Oct 23, 2024 IST | revoi editor
Advertisement

રાજકોટઃ ગુજરાતમાં દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોવા છતાંયે મોટા ભાગના દ્વીચક્રી વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી, અકસ્માતોમાં બાઈક કે સ્કુટરના ચાલકોએ હેલ્મેટ ન પહેર્યો હોવાથી માથામાં ઈજા થવાથી મોત નિપજવાના બનાવો પણ બની રહ્યા છે. તાજેતરમાં હાઈકોર્ટે પણ હેલ્મેટના કાયદાનું પાલન ન થવા બાબતે સરકારનો ઉધડો લીધો હતો. આથી હવે રાજ્ય સરકારની સુચના બાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની સંયુક્ત ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે મ્યુનિ. કોર્પોરેશન અને બહુમાળી સહિતની સરકારી કચેરીઓ બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખાસ હેલ્મેટનાં નિયમનો ભંગ કરવા બદલ અનેક સરકારી કર્મચારીઓ દંડાયા હતા.

Advertisement

રાજકોટમાં મ્યુનિ. કોર્પોરેશન અને બહુમાળી કચેરી તેમજ કલેકટર ઓફિસ સહિતના સ્થળે સવારથી ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડની ટીમો તેમજ RTO દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હેલ્મેટ પહેર્યા વિના જ આવેલા અનેક સરકારી કર્મચારીઓને સ્થળ પર રૂ. 500 દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરી દરમિયાન કેટલાક કર્મચારીઓ પોતાના વાહન બહાર જ પાર્ક કરવા લાગ્યા હતા. જ્યારે દરરોજની જેમ કચેરીમાં પ્રવેશ કરનારાઓએ દંડ ભરવો પડતાં કચવાટ જોવા મળ્યો હતો.

રાજકોટ મ્યુનિ. કચેરી ખાતે ચેકિંગ દરમિયાન વોર્ડ નંબર 12 ના ભાજપના કોર્પોરેટર મગન સોરઠિયા પણ ટુ- વ્હીલરમાં હેલ્મેટ વિના આવતા પોલીસે તેમને અટકાવ્યા હતા. જ્યાં આ નગરસેવકે દંડ ભર્યા વિના મિટિંગમાં જવાનો આગ્રહ રાખ્યો હતો અને બાઇકની ચાવી પોલીસને આપી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ કર્મચારી આ માટે સહમત નહીં થતા હવે બધા પાસેથી દંડ લેજો તેમ કહીને પોતે પણ દંડ ભર્યો હતો. આમ સામાન્ય આનાકાની બાદ ભાજપના કોર્પોરેટરે પણ દંડ ભર્યો હતો. દરમિયાન આરટીઓ ઇન્સપેક્ટરએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત કોઈપણ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અને દ્વિચક્રી વાહનોનો ઉપયોગ કરતા કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેને લઈને સતત બીજા દિવસે વિવિધ સરકારી કચેરીઓ બહાર પોલીસ અને આરટીઓની જુદી-જુદી ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હેલ્મેટ પહેર્યા વિના આવનારા તમામ કર્મચારીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsrajkotSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja SamacharTraffic Police Driveviral news
Advertisement
Next Article