For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ટ્રેડ વોર: અમેરિકાએ ચીન પર 104 ટકા ટેરિફ લાદ્યો

12:03 PM Apr 09, 2025 IST | revoi editor
ટ્રેડ વોર  અમેરિકાએ ચીન પર 104 ટકા ટેરિફ લાદ્યો
Advertisement

અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફને લઈને ચાલી રહેલા તણાવે હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતી કેટલીક ચીજો પર 104 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે ૮ એપ્રિલની મધ્યરાત્રિથી એટલે કે 9 એપ્રિલથી અમલમાં આવશે. ચીન દ્વારા અમેરિકા પર 34 ટકાનો વધારાનો ટેરિફ લાદવાના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું છે.

Advertisement

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે બેઇજિંગ દ્વારા ટેરિફ પાછો ખેંચવાનો ઇનકાર કર્યા બાદ અમેરિકાએ આ કડક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, "અમેરિકા તેના હિતોનું રક્ષણ કરશે અને ચીનના અન્યાયી વેપાર વર્તનને સ્વીકારશે નહીં. આ ટેરિફ 9 એપ્રિલથી અમલમાં આવશે."

ફોક્સ બિઝનેસના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલાથી જ ચેતવણી આપી હતી કે જો ચીન 8 એપ્રિલ સુધીમાં પોતાનો ટેરિફ નિર્ણય પાછો નહીં ખેંચે તો અમેરિકા 50 ટકા વધારાની ડ્યુટી લાદશે. પરંતુ હવે આ ડ્યુટી વધારીને 104 ટકા કરવામાં આવી છે, જે સ્પષ્ટ કરે છે કે અમેરિકા ચીન સામે કડક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Advertisement

આ નિર્ણય પછી, ચીનની પ્રતિક્રિયા પણ તીવ્ર હતી. ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાના નિર્ણયની સખત નિંદા કરી, તેને "એક ભૂલ ઉપર બીજી ભૂલ" ગણાવી અને "અંત સુધી લડવાની" ચેતવણી આપી. મંત્રાલયે કહ્યું કે અમેરિકાના આ પગલાથી માત્ર દ્વિપક્ષીય વેપારને જ નુકસાન થશે નહીં પરંતુ વૈશ્વિક બજારોમાં અસ્થિરતા પણ વધશે.

Advertisement
Tags :
Advertisement