For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં BRTS બસના દરવાજામાં પ્રવાસીઓ પગ ફસાયો છતાં ચાલકે બસ ઊભી ન રાખી

05:52 PM Dec 19, 2024 IST | revoi editor
સુરતમાં brts બસના દરવાજામાં પ્રવાસીઓ પગ ફસાયો છતાં ચાલકે બસ ઊભી ન રાખી
Advertisement
  • પ્રવાસી બસમાં ચડવા જતાં જ ડ્રાઈવરે દરવાજો બંધ કર્યો,
  • પ્રવાસીનો પગ દરવાજામાં ફસાતા બુમાબુમ કરવા લાગ્યો,
  • બસના ડ્રાઈવરે પ્રવાસીને વેદનાને મનોરંજક બનાવી

સુરત: શહેરમાં બીઆરટીએસ બસના ચાલકોની દાદાગીરીનો ભોગ પ્રવાસીઓ બનતા હોય છે. ત્યારે બીઆરટીએસના ચાલકની દાદાગીરીનો વધુ એક કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. બીઆરટીએસ બસમાં ચડતા એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો. બસના દરવાજા હાઈડ્રોલિક હોય છે. અને ડ્રાઈવર જ તેને ખોલી અને બંધ કરી શકે છે. પ્રવાસીનો હાઈડ્રોલિક દરવાજામાં પગ ફસાયો હોવા છતાંયે ચાલક બસ હેકારવા લાગ્યો હતો.  બીજીબાજુ દરવાજો ખોલવા માટે પ્રવાસી બુમાબુમ કરતો હતો. તેનો બસચાલક આનંદ લેતો હતો. બસચાલકની આવી હરકતથી અન્ય પ્રવાસીઓ પણ ગુસ્સે ભરાયા હતા. આશરે 15 મિનિટ સુધી મુસાફરનો પગ ફસાયેલા રહ્યો હતો. બસના ડ્રાઈવરની આ બેદરકારીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. હાલ આ મુદ્દે વિવાદ જોવા મળ્યો છે.

Advertisement

આ બનાવની એવી વિગતો જાણવા મળી છે કે,  સુરતમાં બીઆરટીએસ બસમાં વધુ એક બસચાલકની લાપરવાહી  સામે આવી છે. બીઆરટીએસ બસ નંબર GJ-05 CU 8120માં આ ઘટના બની હતી. ગોડાદરાના મંગલ પાંડે બીઆરટીએસ સ્ટેન્ડ નજીક બીઆરટીએસ બસ ડ્રાઈવરે તો હદ કરી નાખી હતી. અહીં એક વ્યક્તિ બીઆરટીએસ બસમાં જતા તેનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો.  બસ ડ્રાઈવરે આ ઘટનાને ગંભીરતાથી ન લેતા બસનો દરવાજો ખોલ્યો જ ન હતો. અંદાજે 15 મિનિટ સુધી એ જ હાલતમાં BRTS બસ હંકારતો ગયો હતો. આખરે બસમાં બેઠેલા અન્ય પ્રવાસીઓએ બુમો પાડીને કહેતા બસચાલકે બસ રોકીને દરવાજો ખોલ્યો હતો. બસ ડ્રાઇવરની આ ગંભીર બેદરકારીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

 

Advertisement

Advertisement
Tags :
Advertisement