જન્માષ્ટમીના મીની વેકેશનને લીધે સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા
- પ્રવાસીઓ બોટિંગ, સ્કાય સાયકલિંગ અને ઝીપ લાઇન જેવી એડવેન્ચર્સને માણી રહ્યા છે,
- વરસાદી વાતાવરણને લીધે મીની કાશ્મીર જેવો માહોલ,
- તમામ હોટેલો, હોમ સ્ટે, રિસોર્ટ અને ટેન્ટ સિટી હાઉસફૂલ
સાપુતારાઃ ગુજરાતના હીલ સ્ટેશન ગણાતા સાપુતારામાં જન્માષ્ટમીના તહેવારોની રજાઓને લીધે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. હાલ સાપુતારા માન્સુન ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે.પ્રવાસીઓમાં મોન્સૂન ફેસ્ટિવલને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. હાલમાં અહીં બોટિંગ, સ્કાય સાયકલિંગ અને ઝીપ લાઇન જેવી એડવેન્ચર્સથી ભરપુર વિવિધ પ્રવૃત્તિઓ સાથે સાથે સંગીતના તાલે પણ પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા રહ્યા છે. સાપુતારાની તમામ હોટલો, હોમ સ્ટે, અને ટેન્ટસિટી હાઉસફુલ થઈ ગયા છે. અને પ્રવાસીઓ રજાની મોજ માણી રહ્યા છે.
જન્માષ્ટમી તહેવારના મીની વેકેશનની શરુઆત થતા આજથી જ ગીરીમથક સાપુતારામાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે, જેના કારણે અહીં મોન્સૂન ફેસ્ટિવલને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે છે. હાલમાં અહીં બોટિંગ, સ્કાય સાયકલિંગ અને ઝીપ લાઇન જેવી એડવેન્ચર્સથી ભરપુર વિવિધ પ્રવૃત્તિઓ સાથે સાથે સંગીતના તાલે પણ પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા રહ્યા છે. ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જેના કારણે અહીં હાલમાં ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો છે. મોન્સૂન ફેસ્ટિવલને માણવા પ્રવાસીઓની ચિક્કાર ભીડ જોવા મળી રહી છે.
ચોમાસાની ઋતુમાં સાપુતારા ખાતે હાલ મિની કાશ્મીર જેવો માહોલ જામ્યો છે, જેથી પ્રવાસીઓની ફરવા માટેની પહેલી પસંદગી હાલ સાપુતારા બની છે, અહીં હાલ ટેબલ પોઇન્ટ, સર્પ ગંગા તળાવમાં બોટિંગ કરવા માટે પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે મોન્સૂન ફેસ્ટિવલનાં ડોમમાં ગુજરાતનાં પ્રખ્યાત કલાકાર રાગ મહેતાએ સુરોની રમઝટ બોલાવતા પ્રવાસીઓ ઝુમાવ્યા હતા.
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા આ ચોમાસામાં ખરા અર્થમાં પ્રવાસીઓ માટે સ્વર્ગ બની ગયુ છે. ત્યારે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલને પણ આ વર્ષે અભૂતપૂર્વ સફળતા મળી છે. ચોમાસાની ઋતુમાં પ્રકૃતિની લીલીછમ ગોદમાં સમય વિતાવવા માટે ફક્ત રાજ્યભરમાંથી જ નહીં, પરંતુ દેશભરમાંથી પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. જેના કારણે સાપુતારામાં એક અનોખો ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે.
સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે, પરંતુ આ વર્ષે મોન્સૂન ફેસ્ટિવલનાં સુચારુ આયોજનના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને હાલ તહેવારની સિઝનમાં ટૂંકા વેકેશન જેવી સ્થિતિમાં અહીં પ્રવાસીઓના અભૂતપૂર્વ ધસારો જામ્યો છે. જેને કારણે આ તહેવારોની રજાઓમાં સાપુતારાની તમામ હોટેલો, હોમ સ્ટે, રિસોર્ટ અને ટેન્ટ સિટી હાઉસફૂલ થઈ ગયા છે. એકપણ રૂમ ખાલી ન હોવાથી અનેક પ્રવાસીઓને અન્ય વિકલ્પો શોધવાની ફરજ પડી હતી.
સાપુતારામાં મોન્સુન ફેસ્ટિવલમાં પ્રવાસીઓ મન મૂકીને ઝુમી રહ્યા છે, સાથે જ અહીં સરસ મેળામાં શોપિંગનો પણ આનંદ એકસાથે માણી રહ્યાં છે. સ્થાનિક કલાકારોના પરંપરાગત નૃત્યો અને પ્રસ્તુતિઓ હાલ પ્રવાસીઓને ડાંગની સંસ્કૃતિનો પરિચય કરાવી રહી છે. સાપુતારાની સાથે સાથે ડાંગ જિલ્લાના અન્ય કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળો પણ પ્રવાસીઓથી ઊભરાયા હતા. વઘઈ નજીક આવેલો ગીરા ધોધ અને ગીરમાળ ધોધ જેવા સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. ચોમાસામાં જીવંત થતા આ ધોધનું આહ્લાદક સૌંદર્ય માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.