નાણાકીય વર્ષ ૨૦૨૫ - ૨૬ ના બીજા ક્વોર્ટરમાં ટોરેન્ટ પાવરના નફામાં ૪૮ ટકાનો વધારો
અમદાવાદ : ટોરેન્ટ પાવર લિમિટેડ ("કંપની") એ આજે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને છ માસિક નાણાકીય પરિણામોની જાહેરાત કરી.
આ ક્વોર્ટરમાં વર્ષ-દર-વર્ષના આધાર પર ₹ ૨૩૮ કરોડના ઊંચા TCIમાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર મુખ્ય કારણો નીચે મુજબ છે.
- ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સમાંથી LNG વેચાણ સહિત વીજળીના વેચાણમાંથી યોગદાનમાં વધારો
- નાણાકીય ખર્ચમાં ઘટાડો, મૂડીખર્ચ અને વધારાની નવીનીકરણીય ઉત્પાદન ક્ષમતાના કમિશનિંગને કારણે ઘસારાના ખર્ચમાં વધારા દ્વારા આંશિક રીતે સરભર.
આ ક્વોર્ટર દરમિયાન થયેલ વિકાસ :
- મધ્યપ્રદેશમાં ૧,૬૦૦ મેગાવોટનો થર્મલ પ્રોજેક્ટ પ્રાપ્ત થયો
કંપનીને ₹5.829 પ્રતિ kWh ના ટેરિફ પર 1,600 મેગાવોટના કોલસા આધારિત પાવર પ્લાન્ટમાંથી લાંબા ગાળાના વીજળી પુરવઠા માટે MP પાવર મેનેજમેન્ટ કંપની લિમિટેડ તરફથી લેટર ઓફ એવોર્ડ મળ્યો.
- ગોરખપુરમાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન
ઉત્તરપ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના વરદ્દ હસ્તે ગોરખપુરમાં ટોરેન્ટ ગ્રુપના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, આ પ્લાન્ટ ટોરેન્ટ પાવર અને ટોરેન્ટ ગેસ દ્વારા વિકસાવવામાં આવ્યો છે, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૭૨ TPA છે. આ પ્રોજેક્ટ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રમાં ભારતની સૌથી મોટી હાઇડ્રોજન-નેચરલ ગેસ મિશ્રણ પહેલ છે.