નાણાકીય વર્ષ 2024-25 ના ત્રીજા ક્વાર્ટરમાં ટોરેન્ટ પાવરનો ચોખ્ખો નફો 33% વધ્યો
અમદાવાદ : ટોરેન્ટ પાવર લિમિટેડ ("કંપની") એ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટેના નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. વાર્ષિક ધોરણે આ ત્રિમાસિક ગાળામાં ઊંચા TCIના કારણે કંપનીના નફામાં રૂપિયા ૧૨૧ કરોડનો વધારો થયો છે.
ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સમાંથી યોગદાનમાં વધારો.
બિન-વર્તમાન રોકાણોના વેચાણ પર નફો
પવન સંસાધનોની અછતના કારણે નવીનીકરણીય વ્યવસાયમાંથી યોગદાનમાં ઘટાડો, જેને લીધે PLF માં ઘટાડો નોંધાયો.
વધારાની નવીનીકરણીય ઉત્પાદન ક્ષમતાઓના મૂડીખર્ચ અને કમિશનિંગને કારણે નાણાંકીય અને અવમૂલ્યન ખર્ચમાં વધારો થયો.
બોર્ડ ઓફ ડિરેક્ટરે આજે પોતાની બેઠકમાં પ્રતિ ઇક્વિટી શેર ₹૧૪.૦૦ ના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી.
ત્રિમાસિક ગાળા દરમિયાન નોંધાયેલ મહત્વની બાબતો:
• કંપનીએ ₹૩,૫૦૦ કરોડ રૂપિયા (અંદાજે ૪૧૩.૨૦ મિલિયન અમેરિકન ડોલર) ના ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશન પ્લેસમેન્ટ ("QIP") સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. કંપની દ્વારા પ્રથમ વખત એકત્ર કરાયેલ ઇક્વિટી QIP ને વૈશ્વિક અને સ્થાનિક રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો.
• કંપનીએ MSEDCL પાસેથી ૨,૦૦૦ મેગાવોટ / ૧૬,૦૦૦ MWh પંપ સ્ટોરેજ હાઇડ્રો પાવર વિકસાવવા અને સપ્લાય કરવા માટે એનર્જી સ્ટોરેજ ફેસિલિટી એગ્રીમેન્ટ પર અમલ કર્યો.
• કંપનીએ પોતાના વિતરણ સર્કલ સાથે PPA ધરાવતા ૩૦૦ મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટને કાર્યરત કર્યો.
- ઓપરેશન્સમાંથી આવક
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ક્વાર્ટરમાં ₹૬,૪૯૯ કરોડ રહી, જે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં ₹૬,૩૬૬ કરોડ હતી, આવકમાં ૨%નો વધારો નોંધાયો. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ક્વાર્ટરમાં YTD માં ₹૨૨,૭૦૯ કરોડ રહી, જે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં ₹૨૦,૬૫૫ કરોડ હતી, જેમાં ૧૦%નો વધારો નોંધાયો.
- EBITDA
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ક્વાર્ટરમાં ₹૧,૨૮૪ કરોડ રહી, જે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં ₹૧,૦૯૮ કરોડ હતી, જે ૧૭%નો વધારો સુચવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ક્વાર્ટરમાં YTD માં ₹૪,૫૫૦ કરોડ રહી, નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં YTD ₹૩,૬૯૮ કરોડ હતી, જે ૨૩%નો વધારો સુચવે છે.
- ટોટલ કોમ્પ્રીહેન્સીવ ઇનકમ (TCI)
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ક્વાર્ટરમાં ₹૪૯૦ કરોડ રહી, નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના ત્રીજા ક્વાર્ટરમાં ₹૩૬૯ કરોડ હતી, જે ૩૩%નો વધારો સુચવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ક્વાર્ટરમાં YTD માં ₹૧,૯૭૪ કરોડ રહી, નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના ત્રીજા ક્વાર્ટરમાં ₹૧,૪૩૪ કરોડ હતી, જે ૩૮% નો વધારો સુચવે છે.