હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ટોરેન્ટ પાવર લિમિટેડ JERA Co., Inc. પાસેથી LNG ખરીદશે

05:25 PM Dec 08, 2025 IST | revoi editor
Advertisement

ટોરેન્ટ પાવર લિમિટેડ ("TPL") એ જાપાનની સૌથી મોટી વીજળી ઉપ્તાદન કંપની અને LNG વેલ્યુ ચેનમાં ગ્લોબલ લીડર એવી JERA Co., Inc. (“JERA”) સાથે એક લાંબા ગાળાના સેલ એન્ડ પરચેઝ એગ્રીમેન્ટ (એસપીએ) પર હસ્તાક્ષર કર્યા છે. વર્ષ ૨૦૨૭ થી શરૂ થઈને ૧૦ વર્ષ સુધી કાર્યરત રહેનાર આ કરાર મુજબ ૦.૨૭ MMTPA LNG ની સપ્લાય પ્રાપ્ત કરવામાં આવશે..

Advertisement

આ કરાર હેઠળ ખરીદાયેલ LNGનો ઉપયોગ TPL દ્વારા વ્યૂહાત્મક રીતે કરવામાં આવશે, જેમાં ભાતરમાં પોતના ૨,૭૩૦ મેગાવોટના કમ્બાઈન્ડ સાયકલ ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સ (GBPPs) ના સંચાલનનો સમાવેશ થાય છે, જેથી દેશની વધતી જતી વીજ માંગ, પીક ડિમાન્ડ સમયે સપોર્ટ અને રિન્યુએબલ્સ એનર્જીને સમતોલ કરી શકાય. આ ઉપરાંત, ટોરેન્ટ ગ્રુપની સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપની - ટોરેન્ટ ગેસ લિમિટેડ (TGL) ની વધતી જતી LNG ની માંગને પણ પૂર્ણ કરશે, જેથી રહેણાંક મકાનો, ઉદ્યોગ એકમો, કમર્શિયલ ગ્રાહકો માટેનો ગેસ અને CNG વાહનો માટે ગેસના વિશ્વસનીય પુરવઠાની સપ્લાય સુનિશ્ચિત કરી શકાય.

આ કરાર એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પગલું છે, જે ક્લીન એનર્જી પ્રતિ ટોરેન્ટની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે, સાથે જ લાંબા ગાળાના વીજ ઉત્પાદન અને ગેસ વિતરણ માટે સ્પર્ધાત્મક કિંમતોએ LNG ની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત વર્ષ ૨૦૩૦ સુધીમાં ઊર્જા મિશ્રણમાં કુદરતી ગેસનો હિસ્સો ૧૫% સુધી વધારવાના ભારત સરકારના લક્ષ્યાંકમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની સાથે ભારતની ઉર્જા સુરક્ષાને મજબુત કરે છે.

Advertisement

LNG ના ભાવ ઘટાડાનો લાભ લઈને, TPL અને TGL સાથે મળીને પોતાના GBPPs અને CGD નેટવર્ક્સની વધતી માંગને ધ્યાનમાં રાખીને મધ્યમ અને લાંબા ગાળાના LNG પ્રાપ્તિનો પ્રયાસ કરવાની ઈચ્છા શક્તિ ધરાવે છે, જેનો ઉદ્દેશ્ય પોતાના પોર્ટફોલિયોની વિવિધતા વધારવા અને ગ્રાહકોની ઊર્જા પુરવઠાની જરૂરિયાતોને વિશ્વસનીય રીતે પૂર્ણ કરવાનો છે.

Advertisement
Tags :
BuysheJERA Co.LNGTorrent groupTorrent Power Limited
Advertisement
Next Article